શુભમન ગિલે શાનદાર અંદાજમાં ફોર મારી પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી પૂર્ણ કરી મચાવી તબાહી… -જુઓ વિડિયો

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. બાંગ્લાદેશના પ્રવાસમાં ટીમ ઇન્ડિયા એ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ કરી છે. જેમાં ભારતને શરમજનક હાર મળી હતી. ત્યારબાદ હવે 14 ડિસેમ્બરથી બે મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.

ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઈનિંગ્સમાં 404 રનનો મોટો ટાર્ગેટ બનાવ્યો છે. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમે 150 રન બનાવ્યા છે. આ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાને 254 રનની મોટી લીડ મળી છે. ત્યારબાદ ભારતે હવે બીજી ઇનિંગ્સની શરૂઆત કરી છે. બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર યુવા બેટ્સમેન શુભમગીલે પોતાના કરિયરની પ્રથમ સદી ફટકારી છે.

આ બીજી ઈનિંગ્સમાં શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારા ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. શુભમન ગિલે બીજી ઈનિંગ્સમાં 10 ફોર અને 3 લાંબી સિક્સર ફટકારીને 110 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન શુભમન ગીલે પોતાના કરિયરની પ્રથમ સદી એક શાનદાર ફોર ફટકારીને પૂર્ણ કરી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મેચ દરમિયાન શુભમન ગીલ બાંગ્લાદેશના બોલરો સામે ભારે પડ્યો હતો.

બીજી ઈનિંગ્સની 47મી ઓવર મહેંદી હસન નાખવા માટે આવ્યો હતો. 47મી ઓવરના ચોથા બોલ પર શુભમન ગીલે એક અલગ અંદાજમાં શાનદાર ફોર ફટકારી હતી. ફોર મારતાંની સાથે જ શુભમન ગિલે પોતાના કરિયરની પ્રથમ જોરદાર સદી ફટકારી હતી. સદી ફટકારતાની સાથે જ પેવલિયનમાં બેઠેલ સમગ્ર ટીમ સહિત સ્ટાફે કરિયરની પ્રથમ સદી ફટકારવા બદલ શુભમન ગીલને તાળીઓ વગાડીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયો..

https://twitter.com/CricketYard1/status/1603680402291687424?t=k3K2a-tnR74LU5cLj6GzZw&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *