શુભમન ગિલે એક જ ઇનિંગમાં 208 રન ફટકારીને બનાવ્યો વિશાળ રેકોર્ડ, સચિન, ગબ્બર અને કોહલીને પણ આ મામલે છોડ્યા પાછળ…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકા સામે ટી 20 અને વન ડેમાં ભવ્ય વિજય બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પણ શાનદાર વિજય મેળવવા પ્રયત્નો કરી રહી છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગીલે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વન-ડે મેચમાં તોફાની બેટિંગ કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની આ વનડે સિરીઝની પ્રથમ મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યુઝીલેન્ડની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમના ઓપનર બેટ્સમેનો એ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ ઓપનિંગ જોડીમાં કેપ્ટન રોહિત શર્મા ફક્ત 34 રન બનાવીને આઉટ થયો હતો.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો ઓપનાર બેટ્સમેન શુભમન ગિલે એક જ ઇનિંગમાં 208 રન બનાવ્યા હતાં. ગિલે પોતાના વન-ડે કરિયરની ત્રીજી સુધી ફટકારી છે. મોટી રસપ્રદની વાત તો એ છે કે આ ઇનિંગ દરમિયાન ગિલે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને ઓપનર શિખર ધવનને આ મામલે પાછળ છોડી વિશાળ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શુભમન ગિલે આ મેચ દરમિયાન 87 બોલમાં પોતાના આંતરરાષ્ટ્રીય વનડે કરિયરની ત્રીજી સદી પૂર્ણ કરી હતી. મિશેલ સેન્ટનર આ મેચમાં 30મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. ત્યારે ઓવરના બીજા બોલ પર સિક્સર અને પછીના જ બોલ પર સિંગલ લઈને શુભમન ગિલે 87 બોલમાં સદી મારી હતી. આ મેચ દરમિયાન ગિલે આક્રમક બેટિંગ દેખાડી હતી. જેને કારણે 19મી વનડે મેચમાં તેણે 1000 રનનો આંકડો પાર કર્યો છે.

શુભમન ગિલે હૈદરાબાદમાં 106 રન બનાવતાની સાથે જ ટીમ ઇન્ડિયા માટે વન ડે ફોર્મેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. શુભમન ગીલે આ મેચ દરમિયાન આ મોટો ઇતિહાસ રચ્યો છે. આ મામલે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો છે. સચિનને 34 વન-ડે મેચમાં 1000 રન પૂર્ણ કર્યા હતા.

આ પહેલા વિરાટ કોહલી અને શિખર ધવને ભારત માટે વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન ફક્ત 24 ઈનિંગમાં પૂર્ણ કર્યા હતા. પરંતુ ગિલે પાંચ ઓછી ઈનિંગ રમીને આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના ફખર ઝમાનના નામે છે. જેણે 18 ODI ઈનિંગમાં 1000 રન પૂર્ણ કર્યા હતા. વર્લ્ડ રેકોર્ડના મામલે ગીલ બીજા નંબર પર પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *