શુભમન ગિલે ત્રીજી ટી-20 મેચમાં 126 રન ફટકારીને બનાવ્યો વિશાળ રેકોર્ડ, કોહલી-સુર્યાને પણ આ બાબતે છોડ્યા પાછળ…..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મીચોની t20 સિરીઝની ફાઈનલ નિર્ણાયક મેચ અમદાવાદના મોઢેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. જેમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ન્યૂઝીલેન્ડની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડની ટીમ પર ભારે દબાણ ઉત્પન્ન કર્યું હતું.
ત્રીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચ દરમિયાન એક મોટો બદલાવ કર્યો હતો. સ્પીન બોલર યુજવેન્દ્ર ચહલને બહાર કરીને તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમરા મલિકને તક આપી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટ ગુમાવીને 234 રનમાં મોટો સ્કોર ઊભો કર્યો છે. આ મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનનો એ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. ભારતીય ટીમની બેટિંગ શરૂઆતથી જ ભારે મજબૂત સ્થિતિમાં જોવા હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી મેચમાં ભારતીય ઓપનેર બેટ્સમેન શુભમન ગીલે તબાહી મચાવી હતી. આ મેચ દરમિયાન ગિલે 63 બોલમાં 126 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. જેમાં 12 ફોર અને 7 મોટી સિક્સ ફટકારી હતી. આ મેચ દરમિયાન શુભમન ગીલે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પણ ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછળ છોડી મૂક્યા છે. આ મેચ દરમિયાન ઓપનર ઈશાન કિશન ફક્ત 1 રન બનાવીને પેવેલીયન પરત કર્યો હતો.
એક યુવા બેટ્સમેન તરીકે શુભમન ગીલ ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે. શુભમન ગીલ વર્ષ 2023 ની શરૂઆત થતાની સાથે જ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. અમદાવાદની ધરતી પર તેણે પોતાના ટી 20 ઇન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારીને મોટો વિરાટ રેકોર્ડ બનાવ્યો છે. ગિલે આ મેચ દરમિયાન ફોર અને સિક્સનો વરસાદ કર્યો હતો. શુભમન ગિલે બનાવેલ રેકોર્ડ પર એક નજર કરીએ.
શુભમન ગીલ આ મેચ દરમિયાન 126 રન ફટકારીને ટી 20 ફોર્મેટમાં સૌથી વધુ રન ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ મોટો રેકોર્ડ અત્યાર સુધી ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ એશિયા કપ દરમ્યાન 112 રન ફટકાર્યા હતા. આ રેકોર્ડમાં ટીમ ઇન્ડિયાનો બીજો સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ પણ સૌથી વધુ રન ફટકારવામાં ત્રીજા ક્રમે છે. તેણે 117 રન ફટકાર્યા હતા. પરંતુ આ મેચ દરમિયાન ગિલે 126 રન ફટકારીને આ બંનેને પાછળ છોડી મૂક્યા છે.