શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 208 રન ફટકારી આ મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો, આવું કરનાર પ્રથમ યુવા બેટ્સમેન બન્યો…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમ ખૂબ જ જોરદાર ફોર્મ જોવા મળી રહી છે. ભારતીય ટીમના 23 વર્ષીય યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલે આ મેચ દરમિયાન 208 રન ફટકારીને અદભુત પ્રદર્શન બતાવ્યું હતું. શુભમન ગીલે આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ પ્રથમ વનડે મેચ વિશે વિગતવાર વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ઓપનિંગ બેટ્સમેનોએ સારું પ્રદર્શન બતાવીને 349 રન નો મોટો સ્કોર ઊભો કર્યો હતો. આ મેચ દરમ્યાન ભારતીય ટીમની બેટિંગ શરૂઆતમાં નબળી રહી હતી.
કેપ્ટન રોહિત શર્મા 34 રન બનાવીને આઉટ થયો હતો ત્યારબાદ ભારતીય ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગીલે 149 બોલમાં 208 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમા 19 ફોર અને 9 સિક્સનો સમાવેશ થાય છે. શુભમન ગિલે આ મેચ દરમિયાન પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી છે અને વન-ડે આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 3 સદી ફટકારી છે. આ લેખમાં આપણે શુભમન ગીલે બનાવેલ એક વર્લ્ડ રેકોર્ડ વિશે વિગત વાર વાત કરવાના છીએ.
શુભમન ગીલે આ મેચ દરમિયાન વન-ડે ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. 23 વર્ષની ઉંમરે આ મોટું કારનામું કરી બતાવ્યું છે. આ મોટો વલ્ડ રેકોર્ડ પ્રથમ ઈશાન કિશનના નામે હતો. બાંગ્લાદેશ સામે પ્રથમ યુવા બેટ્સમેન તરીકે ઈશાને બેવડી સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે શુભમન ગિલે ફક્ત 23 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
તમને જણાવી દઈએ કે શુભમન ગિલે આ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત વન ડે ફોર્મેટમાં સૌથી વધુ ઝડપથી 19 મેચોમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. શુભમન ગીલે આ બાબતમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને ઓપનર શિખર ધવનને પણ પાછળ છોડી દીધા છે. વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ગિલને ભારતનું ભવિષ્ય ગણી શકાય છે.