શ્રેયસ ઐયર ટી-20માં નહીં ચાલે, તાત્કાલિક આ ઘાતક ખેલાડીને સામેલ કરવાની થઇ માંગ…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓ થઈ હતી પરંતુ જીત મળી હતી. આ સાથે જ આ સિરીઝ પણ જીતી લીધી છે. હવે આવતીકાલે આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ રમાવાની છે. આ મેચ યુવા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ બદલાવો અંગે પણ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે.
ચોથી મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. આ મેચમાં શ્રેયસ ઐયરને તક આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ શોટ રમીને આઉટ થતો જોવા મળ્યો હતો. આ પહેલા ટી-20 ફોર્મેટમાં તે સતત નિષ્ફળ રહી ચૂક્યો છે. જેથી હવે તેને બહાર કરીને આ ખેલાડીને સામેલ કરવાની માંગ થઈ છે.
શ્રેયસ ઐયર ટી-20 ફોર્મેટમાં હજુ સુધી માત્ર 5 મેચ રમી શક્યો છે. ખરાબ ફોર્મના કારણે તેને સતત બહાર કરવામાં આવતો હતો. હાલમાં પણ તેને સેટ થવાની તક આપવામાં આવી પરંતુ નિષ્ફળ રહ્યો છે. જેથી તેને બહાર કરીને કાયમી ધોરણે આ ખેલાડીને નંબર 3 પર સ્થાન આપવાની માંગ થઈ રહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન કોણ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય સ્ટાર બેટ્સમેન તિલક વર્માને નંબર 3 પર સ્થાન આપવાની માંગ થઈ છે. અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સમાં તે નંબર 3 પર બેટિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. હાલમાં તેને નંબર 6 કે 7 પર સ્થાન આપવામાં આવતું હતું. જેમાં પણ તે સફળ રહી ચૂક્યો છે. ટી-20 ફોર્મેટમાં તે હંમેશા કોઈપણ ક્રમ પર બેટિંગ કરીને મોટા સ્કોર બનાવવા માટે જાણીતો છે.
તિલક વર્માને રોહિત શર્માનો ખાસ ખેલાડી માનવામાં આવે છે. જો ટી-20 વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટનશિપ કરશે તો સ્થાન મળશે તે નક્કી છે. જેથી અત્યારથી જ તેને સેટ કરવો જોઈએ. આ વખતે આઇપીએલ 2024 પણ મહત્વની રહેશે. આઇપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વર્લ્ડ કપ 2024માં પણ જગ્યા મળી શકે છે. જેથી અત્યારથી જ દરેક ખેલાડીઓને ધ્યાન રાખવું પડશે.