ડાયરેક્ટ બોલ સ્ટમ્પને લાગવા છતાં નોટ આઉટ રહ્યો શ્રેયસ ઐયર, વિડિયો જોયા વગર વિશ્વાસ નહીં આવે… – જુઓ વિડિયો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ વનડે સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 14 ડિસેમ્બર થી શરૂ થઈ છે. ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી છે. આ પ્રથમ મેચના પ્રથમ દિવસે શ્રેયસ ઐયર ક્લીન બોલ્ડ થવા છતાં નોટ આઉટ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પ્રથમ ટેસ્ટ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન KL રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને બે દિવસમાં 404 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ પ્રથમ દિવસે ફક્ત 182 રન બનાવીને સમગ્ર ટીમ સમેટાઈ ગઈ હતી.

આ પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમના બેટ્સમેનો ચેતેશ્વર પુજારા અને શ્રેયસ ઐયર ખૂબ જ જોરદાર બેટિંગ કરતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાની બેટિંગ પર એક નજર કરી એ તો પ્રથમ ઓપનિંગ જોડી સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ સર્વશ્રેષ્ઠ ફોર્મ બતાવ્યું હતું. તેણે 90 રન ફટકાર્યા હતા. તેની સામે શ્રેયસ ઐયરે પણ આ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન બતાવ્યું હતું. તેણે 86 રનની મોટી ઈનિંગ્સ પણ રમી હતી.

શ્રેયસ ઐયર સાથે આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક વિશ્વાસ ન આવે તેવી ઘટના ઘટી હતી. જેમાં શ્રેયસ ઐયર ક્લીન બોલ્ડ થવા છતાં નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ જોઈને તમામ દર્શકો સહિત મોટા મોટા ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના વિશે તમને જણાવી દઈએ કે પ્રથમ દિવસે 84 મી ઓવર એડાબોટ હુસૈન બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે સામે શ્રેયસ ઐયર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. હુસૈને એવો બોલ ફેક્યો હતો કે બોલ ડાયરેક્ટ સ્ટમ્પને લાગ્યો. છતાં ઉપરના ચકલા પડ્યા નહીં જેને કારણે શ્રેયસ ઐયર નોટ આઉટ રહ્યો હતો. જુઓ આ વિડીયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *