ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લેનાર યુવા ભારતીય ખેલાડી શિવમ માવીએ મેચ બાદ જણાવી પોતાની કહાની…-જુઓ વીડિયો
નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ભારત શ્રીલંકા સામે ઘર આંગણે ત્રણ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ મંગળવારે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 વાગે રમાઈ હતી. જેમાં ભારતે 2 રને શ્રીલંકા સામે શાનદાર વિજય મેળવ્યો હતો. વિજય મેળવતાની સાથે જ સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. આ મેચમાં એક સાથે બે સ્ટાર યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની મોટી તક આપવામાં આવી હતી.
શ્રીલંકા સામેની આ પ્રથમ ટી 20 મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 162 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બોલિંગ કરવા માટે મેદાની ઉતરી હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગ ખૂબ જબરદસ્ત જોવા મળી હતી. જેને કારણે શ્રીલંકન ટીમ 160 રનમાં ઓલ આઉટ થઈ હતી.
ટીમ ઇન્ડિયામાં 24 વર્ષની ઉંમરે શિવમ માવીએ આ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ કરતાની સાથે જ તેણે આ મેચ દરમિયાન 4 ઓવર ફેંકીને 5.5ની ઇકોનોમીથી 22 રન આપ્યા હતા. આ ડેબ્યુ મેચ દરમિયાન તેણે મહત્વની ચાર વિકેટો છટકાવીને મોટો ઇતિહાસ પણ રચ્યો હતો. તે ડેબ્યૂ મેચમાં ચાર વિકેટ છટકાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ચૂક્યો છે.
મેચ પૂર્ણ થયા બાદ શિવમ માવીએ પોતાની કહાની જણાવી હતી. તેને અચાનક જ પ્રથમ મેચમાં જ ડેબ્યુ મળવાની મોટી તક મળી હતી. આ તકને કારણે તે ખૂબ જ ભાવુંક અને ખુશ જોવા મળી રહ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તેના પરિવારના લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જુઓ વિડિયો…