શિવમ માવીએ ફક્ત 5 સેકન્ડમાં ચિત્તાની ઝડપે પકડ્યો અસંભવ કેચ, જોઈને તમે પણ હલબલી જશો… -જુઓ વિડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ત્રણ મેચોની T 20 સિરીઝની ફાઈનલ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકા સામે 91 રને ભવ્ય જીત મેળવી હતી. આ ફાઇનલ મેચમાં જીત મેળવીને ભારતે સમગ્ર પર સિરીઝમાં 2-1થી મોટી જીત હાંસલ કરી હતી. શ્રીલંકા સામેની આ સીરીઝમાં ઘણા નવા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં મોટી તક આપવામાં આવી હતી.

શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની ટી 20 સિરીઝમાં શિવમ માવીએ 23 વર્ષે પ્રથમ વખત ડેબ્યૂ કર્યું હતું. શિવમ માવીએ આ સમગ્ર સીરીઝ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. તે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરતો નજરે પડ્યો હતો. તેની ફિલ્ડીંગની પણ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે.

ફાઇનલ મેચમાં જ શિવમ માવીએ બાઉન્ડ્રી ઉપર ફક્ત પાંચ સેકન્ડમાં ચિત્તાની ઝડપે એક અસંભવ કેચ પકડ્યો હતો. આ કેચ પકડવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અસંભવ કેચનો વિડીયો બીસીસીઆઈ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવ્યો છે. શિવમ માવી બેટિંગની સાથે સાથે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપથી ઘાતક બોલિંગ પણ કરી શકે છે. રાજકોટમાં રમાયેલા સિરીઝની ફાઈનલ મેચમાં શિવમ માવીએ જોરદાર ફિલ્ડીંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા.

ફાઇનલ મેચમાં શ્રીલંકાની ઇનિંગ્સ દરમિયાન માવીએ બાઉન્ડ્રી પર જોરદાર કેચ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે ચહલની ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના ખેલાડી હરિતા અસલંકાએ ડીપ સ્ક્વેર લેગ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમુક સેકન્ડોમાં જ શિવમ માવીએ ચિત્તાની ઝડપે આ કેચને પકડી પાડ્યો હતો. આ કેચ જોઈને કેપ્ટન હાર્દિક પંડ્યા અને સમગ્ર ટીમ ચોંકી ઉઠી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *