પ્રથમ વન-ડે મેચમાં શિખર ધવને 77 રન ફટકારીને બનાવ્યો મોટો ચોંકાવનારો રેકોર્ડ, આવું કરનાર 8મો ભારતીય બેટ્સમેન બન્યો….
હાલ સમગ્ર ટીમ પોતાના સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વન્ડે સિરીઝ રમાઈ રહી છે જેમાંથી ત્રણ મેચોની T 20 સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે 1-0 થી મોટી જીત મેળવી હતી. ત્યારબાદ હવે 25 નવેમ્બર એટલે કે આજથી વનડે સિરીઝ શરૂ થઈ છે જેની પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાય રહી છે. આ વનડે સિરીઝ માટે કેપ્ટનની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે.
આ પ્રથમ વન-ડે મેચની વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. સૌપ્રથમ ઓપનર જોડી તરીકે ટીમ ઇન્ડિયાના કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. આ બંને ભારતીય બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી.
આ ઓપનિંગ જોડીએ 124 રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ લોકી ફર્ગ્યુસનના ઘાતક બોલની સામે શુભમન ગીલ ટકી શક્યો નહીં અને 50 રન બનાવીને આઉટ થયો હતો. તો બીજી તરફ શિખર ધવન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો જેને કારણે તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મેચમાં ત્યારબાદ ટીમ સાઉદીના બોલ પર શિખર ધવન આઉટ થયો હતો. આ મેચમાં તેણે 77 બોલમાં 72 રનની મોટી ઈનિંગ રમી હતી. જેમા 13 ફોરનો સમાવેશ થાય છે.
72 રન પૂર્ણ થતાની સાથે જ શિખર ધવન લિસ્ટ એ ક્રિકેટમાં 12000 રન બનાવવાનો આંકડો પાર કર્યો હતો. આટલા રન પૂર્ણ કરનાર શિખર ધવન આઠમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સમગ્ર મેચમાં શિખર ધવન એ ખૂબ જ સાવધાની પૂર્વક બેટિંગ કરી હતી. આ સમગ્ર બેટિંગ દરમિયાન ઘણા શાનદાર શોર્ટ્સ પણ ફટકાર્યા હતા. તો આ સાથે જ શિખર ધવનને પોતાની કારકિર્દીની 39મી અડધી સદી પણ પૂર્ણ કરી હતી.
આ મોટી ઈનિંગ્સના કારણે શિખર ધવન ટીમ ઇન્ડિયા માટે લિસ્ટ A મેચોમાં 12000 રન પૂર્ણ કરનાર આઠમો ખેલાડી બની ગયો છે તેના પહેલા આ રેકોર્ડ પહેલા યુવરાજ સિંહ, મોહમ્મદ અઝહરુદ્દીન, એમએસ ધોની, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરના નામે છે. લિસ્ટ A ક્રિકેટમાં નંબર વન પર ઈંગ્લેન્ડના ગ્રેહામ ગૂચન છે જેણે 22211 બનાવ્યા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર 21999 રન બનાવીને ત્રીજા ક્રમાંક પર છે. શિખર ધવનની વાત કરીએ તો તેમણે લિસ્ટ A ક્રિકેટમાં 297 મેચ રમી છે. આ મેચો થઈને તેણે 12,025 રન બનાવ્યા છે. આ રન બનાવવામાં 30 સદી અને 66 અર્ધ સદીનો સમાવેશ થાય છે.