શિખર ધવને આપ્યું મોટું નિવેદન કહ્યું- રવિન્દ્ર જાડેજા કરતા આ ખેલાડી છે ખુબજ ખતરનાક, પોતાના દમ પર જીતાડશે વર્લ્ડ કપ…

ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર પહોંચી છે. ત્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે કારમી હાર મળી હતી. બાંગ્લાદેશે આ પ્રથમ મેચમાં જીત મેળવીને સમગ્ર સિરીઝની 1-0 થી મોટી લીડ મેળવી છે. ત્યારબાદ બીજી મેચ 7 ડિસેમ્બરના રોજ રમવાની છે. ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.

આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાને મજબૂત કરવી ખૂબ જ અગત્યની બની ગઈ છે. વન ડે વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ અને ટીમ ઇન્ડિયા કેપ્ટના રોહિત શર્મા ઘણા નવા અને મોટા આક્રમ નિર્ણયો લઈ શકે છે. તે પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવને એક મોટું નિવેદન જાહેર કર્યો છે. તેને કહ્યું છે કે રવિન્દ્ર જાડેજા કરતા આ સ્ટાર ખેલાડી ખૂબ જ ખતરનાક છે તે પોતાના એક હાથે વનડે વર્લ્ડ કપ જીતાડી શકે છે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ઇજાને કારણે બહાર છે. જેને કારણે ટીમ ઇન્ડિયાને હાલ ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને ઘણા નવા ખેલાડીઓને ટીમમાં મોટી તક આપવામાં આવી છે. પરંતુ કાયમી સ્થાન બનાવવા માટે હજુ સુધી કોઈ સારો ખેલાડી ટીમ ઇન્ડિયાને મળ્યો નથી. ધવને જાડેજા કરતા આ સ્ટાર ખેલાડી 100 ગણો સારો કહ્યું છે. ચાલો જાણીએ આ ખતરનાક ખેલાડી કોણ છે.

તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને રવિન્દ્ર જાડેજાને લઈને એક મોટું નિવેદન જાહેર કર્યું છે. તેને કહ્યું છે કે વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર તરીકે ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ સારું પ્રદર્શન બતાવી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પણ તેને પોતાના કરિયરની પ્રથમ અર્ધ સદી ફટકારીને ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. વોશિંગ્ટન સુંદર બેટિંગની સાથે બોલિંગમાં પણ ખૂબ જ શાનદાર પર્ફોમ કરી રહ્યો છે.

વોશિંગ્ટન સુંદરની ઉંમર માત્ર 23 વર્ષ છે. આ નાની ઉંમરનો યુવા ખેલાડી વન-ડે ક્રિકેટનો ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવ ધરાવે છે. શિખર ધવને કહ્યું છે કે આ ખેલાડી આગામી વર્ષ આવી રહેલ વન ડે વર્લ્ડ કપ પોતાના દમ પર જીતાડી શકે છે. ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવવા માટે ખૂબ જ મેહનત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયામાં ફરી એકવાર નવા બદલાવો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *