શિખર ધવને ટીમ સાઉદીના ત્રીજા જ બોલ પર ફટકાર્યો લાંબો ગગનચુંબી છક્કો…- જુઓ વિડિયો..

ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થયો છે. આજે વનડે સિરીઝની છેલ્લી નિર્ણાયક મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. ત્રણ મેચની વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડે ભારતને 1-0થી કારમી હાર આપી છે. આ સિરીજની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડએ ભારતને 7 વિકેટએ શરમ જનક હાર આપી હતી. ત્યારબાદ બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. અને આજે ત્રીજી મેચ રમાઈ હતી. વરસાદને કારણે ડીએલએસ પદ્ધતિ દ્વારા ફરી એકવાર ભારતને કારમી હાર મળી હતી.

ત્રીજી મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે મેદાન પર આમંત્રિત કરી હતી. ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન એવા શિખર ધવન અને શુભમન ગીલ બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. ન્યૂઝીલેન્ડની બોલિંગ લાઈન ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી રહી હતી. શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડે બોલિંગનો દબદબો બનાવી રાખ્યો હતો.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન શિખર થવાને બેટિંગની શરૂઆતથી જ બોલેરો પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. આ મેચની ત્રીજી ઓવર ફેકવા માટે ટીમ સાઉદી આવ્યો હતો. શિખરધને આ ઓવરના ત્રીજા જ બોલ પર આગળ આવીને શાનદાર ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. ટીમ સાઉદીના બોલની સ્પીડ એટલી હતી કે શિખર ધોવને ફક્ત તેને દિશા આપતા બોલ તરત જ બાઉન્ડ્રી બહાર પડ્યો હતો. આ શર્ટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શિખર ધવનના ગગનચુંબી શોટથી ક્રીઝ પર સામે ઉભેલ શુભમન ગીલ પણ તાળીઓ પાડવા લાગ્યો હતો. તો આ સાથે જ દર્શકો પણ પોતાની જગ્યા પરથી ઉભા થઈ ગયા હતા. આ શોર્ટનો વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા યુઝર્સ તેની પર ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. પરંતુ શિખર ધવન પીચ પર લાંબો સમય ટકી શક્યો નહીં અને 45 બોલમાં ફક્ત 28 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેને આ શોટથી ચાહકોના દિલ જીતી લીધા છે. જુઓ આ વિડીયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *