શેન વોટ્સને ભારતની શરમજનકનું આપ્યું કારણ કહ્યું ભારતે આ દિગ્ગજ ખેલાડીને T-20 વર્લ્ડકપમાં ન રમાડી કરી સૌથી મોટી ભુલ…

ટી ટ્વેન્ટી વર્લ્ડકપની સેમી ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 10 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના એડિલેટ ગ્રાઉન્ડમાં યોજાય હતી. T20 વર્લ્ડકપની આ સેમી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોચ જીતીને સૌપ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીના બળ ઉપર 168 રન બનાવીને ઇંગ્લેન્ડને આ સેમી ફાઈનલ મેચ જીતવા માટે 169 રન નો લક્ષ આપ્યો હતો. પરંતુ આ મેચમાં ભારતે મોટી શરમજનક હાર મેળવી હતી.

સેમી ફાઇનલમાં હાર મળતાની સાથે જ ટીમ ઇન્ડિયા t 20 વર્લ્ડ કપની સમગ્ર ટુર્નામેન્ટ માંથી બહાર થઈ ગયું હતું. રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે ભારતે સુપર 12 ની તમામ મેચોમાં ખૂબ જ સારૂ એવું પ્રદર્શન કર્યું હતું પરંતુ ઇંગ્લેન્ડ સામેની ખૂબ જ મહત્વપૂર્ણ સેમી ફાઈનલ મેચમાં ખરાબ બોલિંગ લાઈનને કારણે કરારી હાર ભોગવી હતી. ભારતની આ હાર પછી ક્રિકેટ જગતના મોટા દિગ્ગજો અને નિષ્ણાતો ભારત પર મોટા પ્રહારો કરી રહ્યા છે.

આ પ્રહારોની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર બેટ્સમેને ભારતની હારનું મોટું કારણ જણાવ્યું છે. સેન વોટસને ટ્વિટ કરીને ટીમ ઇન્ડિયાની હાર માટે કોણ જવાબદાર છે તે જણાવ્યું છે. આ હારના કારણમાં કહ્યું છે કે આ ઘાતક ખેલાડીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ન રમાડવો ટીમ ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ છે. તમને જણાવી દઈએ કે આ દિગ્ગજ ખેલાડી કોણ છે. શેન વોટસને કહ્યું છે કે ટીમ ઇન્ડિયાના આ સૌથી શ્રેષ્ઠ લેગ સ્પીનરને સમગ્ર ટુર્નામેન્ટમાં તક ન આપવાની ભારતની સૌથી મોટી છે.

યજવેન્દ્ર ચહલને ટી ટ્વેન્ટી વર્લ્ડકપની આ સમગ્ર ટુર્નામેન્ટમાં સ્થાન ન મળતા શેર વોટ્સને ભારતની હારનું આ સૌથી મોટું કારણ જણાવ્યું છે. ઇંગ્લેન્ડ સામેની આ સેમી ફાઇનલ મેચમાં ભારતે 10 વિકેટથી ખૂબ જ ખરાબ હાર મેળવી હતી ભારતના એક પણ બોલરે સમગ્ર મેચ દરમિયાન એક પણ વિકેટ ન લેતા ખરાબ રીતે મેચ હર્યું હતું. વધુમા જણાવે છે કે યજવેન્દ્ર ચહલને સમગ્ર ટુર્નામેન્ટમાં બેંચ પર બેસાડવો રોહિતની સૌથી મોટી ભૂલ હતી.

વધુમાં યજવેન્દ્ર ચહલ ને t20 વર્લ્ડ કપની આખી ટુર્નામેન્ટમાં રોહિત શર્મા એક પણ વખત તેને પ્લેઈન ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું અગાઉ રમાયેલ t20 વર્લ્ડ કપ ની પ્રેક્ટિસ મેચોમાં પણ ચહલને પ્લેઈન ઇલેવનમાં એક પણ તક આપવામાં ન આવી હતી ટીમ ઇન્ડિયાના સિનિયર સ્પિનર એવા યજવેન્દ્ર ચહલ ખૂબ જ અનુભવી છે છતાં પણ તેમને t20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ સ્થાન ન આપતા ભારતે કરામી હાર ભોગવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *