શુભમન ગિલનો આ અપર કટ શોટ જોઈને તમને પણ વિરેન્દ્ર સેહવાગની યાદ આવી જશે – જુઓ વિડિયો….

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. આ સીરીઝની પ્રથમ મેચ 25 નવેમ્બરના રોજ ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ દ્વારા આ મેચમાં પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ ઓપનિંગ કરવા માટે શિખર ધવન અને શુભમન ગિલ પીચ પર આવ્યા હતાં. આ બંને એ અર્ધ સદી ફટકારીને ખૂબ જ જોરદાર શરૂઆત કરી હતી.

સમગ્ર મેચ પર એક નજર કરીએ તો ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમે આ સ્કોરને 47.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 309 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડે આ સમગ્ર મેચ પર શાનદાર જીત મેળવી હતી. પરંતુ સુભમન ગીલે ફટકારેલ આ શોર્ટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હેનરીના બોલ પર શુભમન ગેલે આ શોર્ટ માર્યો હતો.

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલે જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. મેદાન પર આવતાની સાથે જ શુભમન ગિલે ફોર અને સિક્સનો વરસાદ કર્યો હતો. જેને કારણે વિરોધી ટીમમાં ખળભળાટ મચી ગયો હતો. આ મેચમાં તેણે 50 રન બનાવ્યા હતા. શુભમન ગિલે મેદાન ઉપર ઘણા મોટા અને ઐતિહાસિક લાંબા શોર્ટ ફટકાર્યા હતા. શુભમન ગીલે 10મી ઓવરમાં એક એવો અપર કટ શોટ ફટકાર્યો હતો કે જેને જોઈને વિરેન્દ્ર સેહવાગની યાદ આવી ગઈ હતી. આ શોર્ટ જોઈને સામે ઉભેલ શિખર ધવન પણ ચોંકી ઉઠ્યો હતો.

સુભમન ગીલે ફટકારેલ આ અપર કટ શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફટકારેલ આ શોર્ટ ખૂબ જ અદભુત હતો. તમને જણાવી દઈએ કે હેનરી એ શુભ મનગીલના માથા કરતા ઉપરની ઊંચાઈવાળો બાઉન્સર બોલ ફેંક્યો હતો. પરંતુ શુભમન ગીલ આ બોલ જોઈને ગભરાયો નહીં અને તરત હવામાં બેટને ફેરવીને જોરદાર અપર કટ શોટ મારીને સીક્સ ફટકારી હતી. આ શોર્ટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *