KL રાહુલની દેશભક્તિને સલામ, પ્રાઈવેટ પાર્ટ પર 145 km/hની ઝડપે વાગ્યો બોલ છતાં પણ ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું…-જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલ એટલે કે 17 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની વનડે શ્રેણીની શાનદાર શરૂઆત થઈ છે. આ વનડે સિરીઝની શરૂઆત થતાની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયન ટીમ ઉપર મોટું દબાણ બનાવ્યું છે અને પ્રથમ વન-ડે મેચમાં જ પાંચ વિકેટ ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 1-0 ની મોટી લીડ બનાવી છે.

પ્રથમ વનડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બેટિંગ કરવા માટે ઉતરેલ ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 34.5 ઓવરમાં 188 રન બનાવીને સમગ્ર ટીમ અલાઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.

શરૂઆતમાં ભારતીય ટીમની બેટિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી. ભારતીય ઓપનિંગના ત્રણેય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. ત્યારબાદ મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે આવેલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતને મોટી જીત અપાવી હતી. આ મેચ દરમિયાન રાહુલ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે એક મોટો બનાવ બન્યો હતો.

તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન રાહુલના પ્રાઇવેટ પાર્ટ પર 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિસાઈલ સ્ટાર કે બોલ ફેક્યો હતો અને કેલ રાહુલને ખૂબ જ જોરથી પ્રાઇવેટ પાર્ટ ઉપર આ બોલ વાગ્યો હતો. જેને કારણે રાહુલ થોડીક વાર ફ્રીજ ઉપર બેસી પણ ગયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

KL રાહુલને પ્રાઇવેટ પાર્ટ પર બોલ વાગવા છતાં ભારતીય ટીમ માટે છેલ્લે સુધી રમ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ તેને આ મોટો ખુલાસો કર્યો છે. મિશેલ સ્ટાર્કએ ફેંકેલા આ ફાસ્ટ બોલનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. KL રાહુલની દેશભક્તિને સલામ કરવી જોઈએ. જુઓ વિડિયો…

https://twitter.com/cricbaaz21/status/1636730542925430786?t=EMZgrY1-8XFmdj_YBXRTcg&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *