સચિનના પુત્રએ વિજય હઝારે ટ્રોફીમાં એક જ મેચમાં લીધી આટલી વિકેટ, IPLમાં આ ટીમ તરફથી રમતો જોવા મળશે…

તાજેતરમાં જ ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી રમાઈ રહી છે આ ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યો વચ્ચે મેચો રમાડવામાં આવે છે. આવી વિજય હજારે ટુર્નામેન્ટમાં 17 નવેમ્બરના રોજ તમિલનાડુ અને ગોવા વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એવા સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર જે ગોવાની ટીમમાં રમતો જોવા મળે છે. તમિલનાડુ અને ગોવા વચ્ચે રમાયેલ આ મેચમાં તમિલનાડુ એ ગોવાની ટીમને 57 રને હરાવ્યું હતું.

અર્જુન તેંડુલકરે ગોવાની આ ટીમમાં ડેબ્યૂ કર્યું હતું અને આ ડેબ્યૂ મેચમાં અર્જુન તેંડુલકર એ ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું અર્જુન તેંડુલકરે તમિલનાડુના મોટા બેટ્સમેનોને પોતાની શાનદાર બોલિંગથી હચમચાવી દીધા હતા. અર્જુન તેંડુલકર ખૂબ જ ઘાતક બોલિંગ ફેંકીને ઉપરાઉપરી ઘણી વિકેટો છટકાવવી હતી. અર્જુન તેંડુલકર આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળેશે.

વિજય હજારે ટુર્નામેન્ટ ODI આધારે રમાઈ રહી છે જેમાં 10 ઓવર ફેંકીને તમિલનાડુના બે બેટ્સમેનોની વિકેટ લીધી હતી અને તેને પેવેલિયન ભેગા કર્યા હતા. અર્જુન તેંડુલકરે આ મેચ દરમિયાન 6.1 ના ઇકોનોમિક રેટથી ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. તો આ સાથે જ બિહાર સામેની મેચમાં સાત ઓવર બોલીંગ કરીને બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જેમાં અર્જુન તેંડુલકરે એ 4.57 ના ઇકોનોમિક રેટથી જોરદાર બોલિંગ ફેંકી હતી. બિહાર સામેની આ મેચમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ગોવાએ જીત મેળવી હતી.

વધુમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હાલ દિગ્ગજ ક્રિકેટર એવા યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ પાસે સારામાં સારી બોલિંગ શીખી રહ્યો છે તો આ સાથે જ પિતા પાસેથી સારામાં સારી બેટિંગ પણ શીખી રહ્યો છે જેને કારણે ઓલરાઉન્ડર જેવું ઉપરફોર્મન્સ કરી રહ્યો છે. વધુમાં તમને જણાવી દઈએ કે અર્જુન તેંડુલકર એ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું નથી પરંતુ આવતા સમયમાં આ સારા પરફોર્મન્સના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે તેમ છે.

Iplમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ દ્વારા અર્જુન તેંડુલકરને ખરીદવામાં આવ્યો છે પરંતુ આઈપીએલમાં અર્જુન તેંડુલકરને અત્યાર સુધીમાં એક પણ તક મળી નથી પરંતુ આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં સારામાં સારૂ પ્રદર્શન કરવા બદલ મુંબઇ ઇન્ડિયન્સની મેનેજમેન્ટ ટીમ અર્જુનને ipl 2023 માં ડેબ્યૂ કરાવી શકે તેમ છે. Ipl 2022 ના મેગા ઓપ્શનમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા અર્જુન તેંડુલકરને 20 લાખની મોટી રકમથી ખરીદવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *