સચિન તેંડુલકરે ઉઠાવ્યું બેટ, વર્લ્ડકપ વિશે કહ્યું એવુકે.. જુઓ વીડિયો..

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને કરોડો ચાહકોની અપેક્ષા ભારતીય ક્રિકેટ ટીમ પર ટકેલી છે ભારતની t20 વર્લ્ડ કપમાં પહેલી જ મેચ રવિવાર 23 ઓક્ટોબર તેના કટ્ટર વિરોધી દેશ પાકિસ્તાન સામે રમાશે. ભારતીય ટીમ આ મેચમાં ઘણા બદલવો સાથે ઉતરશે. T 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાને મોટીવેશન કરવા ભારતના મહાન બેટ્સમેન એવા સચિન તેંડુલકર દ્વારા એક ખાસ વિડીયો બનાવીને તેમાં એક સંદેશ ભારતીય ટીમને આપવામાં આવ્યો છે.

ટી ટ્વેન્ટી વર્લ્ડકપની પહેલી મેચ પાકિસ્તાન સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 23 ઓક્ટોબરના રોજ રવિવારે રમાવાની છે તેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાલ રોહિત શર્માના હાથમાં છે આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની બંનેની પ્રથમ પ્રથમ મેચ છે આ મેચ જોવા માટે દર્શકો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે જેને કારણે એક લાખથી વધુ ક્ષમતા વાળા સ્ટેડિયમની તમામ ટિકિટો હાલ વેચાઈ ગઈ છે

શરૂ થયેલ t20 વર્લ્ડ કપમાં આ ભારત પાકિસ્તાન મેચને મહામ મુકાબલો તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે પાકિસ્તાન તરફથી તેની ટીમની કમાન બાબર આઝમના હાથમાં છે. હાલ પ્રેક્ટિસ મેચો ચાલી રહી છે પણ વરસાદ તેમાં વિલંબ બની રહ્યો છે. ટીમ ઇન્ડિયા ને મોટીવેશન કરવા માટે ભારતના દિવ્યજ અને મહાન ક્રિકેટર એવા સચિન તેંડુલકર દ્વારા એક ખાસ સંદેશ માટે એક વિડીયો શેર કર્યો છે તેઓ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ જોવા મળે છે.

સચિન તેંડુલકર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં તે પોતે બેટ ઉપાડી રહ્યા છે અને પ્રેક્ટિસ ટાઉન ની અંદર બેટને સ્વિંગ કરાવતા જોવા મળી રહ્યા છે બેગ્રાઉન્ડમાં “બલ્લા ચલા, છગ્ગા લગા, યે કપ હમારા હૈ, ઘર લેકર આ”આ સોંગ વાગી રહ્યું છે આ વીડિયોમાં છેલ્લે સચિન તેંડુલકર મોટીવેશન આપતા કહે છે કે આ કપ અમારો છે તેને ઘરે લઈ આવો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને instagram પર 2.5 લાખ થી વધારે ચાહકોએ લાઈક પણ કર્યો છે. તો આ સાથે જ એક ચાહકે આ વીડિયોમાં એવી પણ જોરદાર કમેન્ટ કરી છે કે હવે તો ભગવાને પણ કપ લાવવાનું કહ્યું છે સચિનને ક્રિકેટ જગતના ભગવાન તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે તમે પણ જુઓ આ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *