સચિને કહ્યું- રોહિતને નહીઁ પરંતુ ટી-20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીને બનાવો કેપ્ટન…
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ હાલમાં પૂર્ણ થઈ છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી સિરીઝો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. બીજી તરફ કેપ્ટનશીપ બાબતે હાલમાં એક અન્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી રોહિત શર્મા એક કેપ્ટન તરીકે ભારતીય ટીમને જીત અપાવતો જોવા મળ્યો હતો. તેણે દરેક મેચમાં જીત અપાવી પરંતુ ફાઇનલ મેચમાં હાર મળી હતી. વર્લ્ડ કપમાં હાર મળતા જ કેપ્ટનશીપ બાબતે ઘણા સવાલો ઉઠ્યા છે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ કોણ કેપ્ટન બનશે તે અંગે ચર્ચા થઈ રહી છે. હાલમાં આ બાબતે સચિને એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સચિને તાજેતરમાં જણાવ્યું છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં રોહિતને નહીં પરંતુ આ ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ. તે અત્યાર સુધી ટી-20 ફોર્મેટમાં ઘણા કમાલ કરી ચૂક્યો છે. બીજી તરફ કોઈ પણ સમયે તે મેચ પલટો કરવા માટે જાણીતો છે. અત્યાર સુધી ટી-20 ફોર્મેટની ઘણી મેચોમાં કેપ્ટન તરીકે જીત અપાવી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે સચિને તાજેતરમાં હાર્દિકને આગામી વર્લ્ડકપ માટે કેપ્ટન બનાવવાનું કહ્યું છે. તેણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હાર્દિક ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તે દરેક ખેલાડીઓને યોગ્ય ક્રમમાં સેટ કરી રહ્યો છે. બીજી તરફ બેકઅપ લાઈન પણ મજબૂત કરી રહ્યો છે. તેનામાં અન્ય ઘણી આવડતો પણ રહેલી છે. જેથી તેને કેપ્ટન બનાવવો જોઈએ.
સચિને વધુમાં જણાવજો કે રોહિત કેપ્ટન બનવા માટે અચકાતો હોય તો હાર્દિકને જ આ પદ આપવું જોઈએ. હાલમાં આ બાબતની ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઇ દ્વારા પણ રોહિત અને હાર્દિક સાથે આ બાબતે વાતચીત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાઈ શકે છે.