જીત બાદ પણ રોહિત કરશે આ 2 બદલાવો, જાણો પાકિસ્તાન સામે કોણ થશે IN અને કોણ થશે OUT…
ગઈકાલે 11 ઓક્ટોબરના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હી ખાતે જબરદસ્ત મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે જીત મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પણ જીત મેળવી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા શનિવારના રોજ અમદાવાદ ખાતે મહા મુકાબલો થવાનો છે. આ પહેલાં રોહિત શર્મા દ્વારા બદલાવો વિશે ઘણી માહિતી આપવામાં આવી છે.
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આપણે જોયું હતું કે ભારતને જીત મળી હતી પરંતુ બેટીંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. પીચના આધારે ઘણા ફેરફારો કરવામાં આવ્યા પરંતુ હજુ પણ મુશ્કેલીઓ થઈ હતી. આવા કારણોસર રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં આ બે બદલાવો કરશે તેવું જાણવા મળ્યું છે.
ગઈકાલે અફઘાનિસ્તાન સામેની મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે આગામી મેચને ધ્યાનમાં રાખીને હવે ખરાબ ફોર્મમાં રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવશે. તે બંને અત્યાર સુધી સફળ રહ્યા નથી. બીજી તરફ આપણી પાસે હજુ પણ ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. તો ચાલો આપણે જાણીએ કે પાકિસ્તાન સામે કોને બહાર કરવામાં આવશે અને કોને સ્થાન મળશે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવી શકે છે. વર્લ્ડકપની એક પણ મેચમાં તે કઈ ખાસ કરી શક્યો નથી. ગઈકાલે અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે પણ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ ઉપરાંત 9 ઓવરમાં 76 રન આપ્યા હતા. બાકીના તમામ બોલરો વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેના સ્થાને શમીને તક આપવામાં આવી શકે છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન ઇશાન કિશનને પણ બહાર કરવામાં આવી શકે છે. શુભમન ગિલ લગભગ હાલમાં રમવા માટે સ્વસ્થ થઈ ચૂક્યો છે. તે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. જેથી હવે પાકિસ્તાન સામે મહત્વની મેચમાં તેને મેદાને ઉતારવામાં આવી શકે છે. આ બે મોટા બદલાવો સાથે રોહિત શર્મા મેદાને જોવા મળશે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે તે પણ નક્કી છે.