હાર બાદ રોહિત શર્માનો ગુસ્સો ફાટી નીકળ્યો, આ સ્ટાર ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું મોટું કારણ…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થઈ છે. પ્રથમ વન-ડે મેચમાં બાંગ્લાદેશે ભારતને એક વિકેટથી કારમી હાર આપી છે. આ મેચમાં ખૂબ જ કટોકટી જોવા મળી હતી. બાંગ્લાદેશે આ મેચમાં જીત મેળવીને 1-0ની મોટી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની છે.
બાંગ્લાદેશ સામેની બીજી વન-ડે મેચ 7 ડિસેમ્બરના રોજ રમવાની છે. ટીમ ઇન્ડિયાને આ મેચમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ વન-ડે મેચ વિશે વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જેમાં 41.2 ઓવરમાં સમગ્ર ટીમ ઓલ આઉટ થઈને 186 રન બનાવ્યા હતા.
ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ આ સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી. અંતે કટોકટી બાદ બાંગ્લાદેશે ભારત સામે એક વિકેટે મોટી જીત મેળવી હતી. હાર બાદ કેપ્ટન રોહિત શર્માનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોહિતે જાહેરમાં શાહબાજ અહમદને હારનું મોટું કારણ ગણાવ્યો હતો. આ બોલર સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો હતો.
આ મેચમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન પણ ખૂબ જ ખરાબ રહી હતી. શિખર ધવન ફક્ત સાત રન બનાવીને પેવલિયન પરત ફર્યો હતો. છતાં પણ રોહિત શર્માએ શાહબાઝ અહમદને જાહેરમાં ખખડાવ્યો હતો. આગામી મેચમાં ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો થઈ શકે છે. શાબાશ અહમદ આ મેચ દરમિયાન 9 ઓવર ફેંકીને સૌથી વધારે 39 રન આપ્યા હતા. અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. જેને કારણે રોહિત શર્મા જાહેરમાં તેના પર ગુસ્સે થયો હતો.
રોહિત શર્માએ શાહબાઝ અહમદને બોલિંગની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યો હતો. જેને કારણે રોહિતે જાહેરમાં તેને હારનું મોટું કારણ ગણવામાં આવ્યો હતો. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન ફરી એકવાર ખૂબ જ ખરાબ જોવા મળી હતી. શાહબાઝ અહમદ સહિત ઘણા નવા યુવા ખેલાડીઓના ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યા નહીં અને ટીમને મોટું નુકસાન થયું છે.