રોહિત શર્મા નહીં ચાલે, તાત્કાલિક વર્લ્ડ કપની વચ્ચે આ સિનિયર ખેલાડીને કેપ્ટન બનાવવાની થઈ માંગ…
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ તાજેતરમાં ઘર આંગણે વર્લ્ડ કપ રમતી જોવા મળી છે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. હવે આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં મહા મુકાબલો થવાનો છે. આ મેચ પહેલા હાલમાં કેપ્ટનશીપ બાબતે એક મોટો વિવાદ સામે આવ્યો છે.
રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપી રહ્યો હતો. ખેલાડીઓની ઇજાને કારણે ઘણું નુકસાન પણ થયું છે. રોહિતે અત્યાર સુધી ઘણી સિરીઝો જીતાડી છે.આ ઉપરાંત મોટી ટુર્નામેન્ટ એટલે કે એશિયા કપમાં પણ જીત અપાવી છે પરંતુ હાલમાં વર્લ્ડ કપની વચ્ચે તેને બહાર કરીને આ ખેલાડીને કેપ્ટન બનાવવાની માંગ થઈ છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રોહિત કેપ્ટન તરીકે નિષ્ફળ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું હતું. બેટિંગ લાઇન પણ ઘણી નબળી હતી અને બોલિંગ લાઈનમાં પણ નબળાઈ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 150 રનની આજુબાજુ ઓલઆઉટ થાય તેમ હતી પરંતુ થઈ નહોતી. આવી સ્થિતિમાં રોહિતને બહાર કરીને હવે આ ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ તેવી વાતો ચાલી રહી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ફરી એક વખત કેપ્ટન બનાવવાની માંગ થઈ રહી છે. રોહિતની નિષ્ફળતાના કારણે હવે કોહલીને મેદાને ઉતારવાની વાત ચાલી રહી છે. કોહલી અત્યાર સુધી કેપ્ટનશીપ કરીને મોટી ટુર્નામેન્ટમાં સફળતા અપાવી શક્યો નથી પરંતુ તેના કારણે વિરોધી ટીમમાં ઘણું દબાણ જોવા મળે છે અને જીત પણ આસાનીથી મળે છે.
અત્યાર સુધી ગ્લેન મેક્સવેલ અને કેન વિલિયમસન જેવા ઘણા ખેલાડીઓ વિરાટ કોહલીને ફરી એક વખત કેપ્ટન બનાવવાની માંગ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ વિરાટ કોહલી હાલમાં સારા ફોર્મમાં પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત તે ધોનીની જેમ આખરી ક્ષણ સુધી ટકી રહીને મેચ જીતાડવા માટે જાણીતો છે. જેથી જો ફરી એક વખત તેને કેપ્ટન બનાવવામાં આવે તો આ વર્લ્ડ કપ જીતી શકાય તેમ છે.