પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયેલ આ દિગ્ગજ ખેલાડી પર રોહિત શર્મા નહીં રાખે દયા, બીજી વન-ડે મેચ માંથી ધક્કો મારીને કરશે બહાર….

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ બુધવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે 12 રને રોમાંચિત જીત મેળવી હતી. આ જીત મેળવતાની સાથે જ ભારતીય ટીમે આ સમગ્ર શ્રેણીમાં 1-0થી મોટી લીડ મેળવી છે. આ સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીના રોજ રાઇપુર ખાતે રમવાની છે. ભારતીય ટીમ આ મેચ દરમિયાન મજબૂત પ્લેઇંગ 11 સાથે ઉતરી શકે છે.

આ સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 349 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. આ સ્કોરનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 337 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેને કારણે આ સમગ્ર મેચમાં ભારતે 12 રને ભવ્ય વિજય નોંધાવી હતી.

પ્રથમ મેચ દરમિયાન સતત ફ્લોપ સાબિત થયેલ આ દિગ્ગજ ખેલાડીને રોહિત શર્મા બીજી મેચ માંથી બહારનો રસ્તો બતાવી શકે છે. આ સ્ટાર ખેલાડીના ખરાબ પરફોર્મન્સને કારણે હાલ તેની ઉપર તલવાર લટકી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સ્ટાર ખેલાડી પ્રથમ મેચ દરમ્યાન બોલ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન બનાવી શક્યો ન હતો. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા બીજી મેચ દરમિયાન તેના પર દયા રાખશે નહીં અને તેને તાત્કાલિક ટીમ માંથી બહાર કરી શકે છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓરાઉન્ડર બેટ્સમેન શાર્દૂલ ઠાકુર ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં બોલ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન બતાવી શક્યો ન હતો. બોલિંગ કરતી વખતે શાર્દુલ ઠાકુરે ઘણી મોટી ભૂલો કરી હતી. આ મેચ દરમિયાન શાર્દુલ ઠાકોરે 10 ઓવરમાં 54 રન આપીને ફક્ત બે વિકેટ ઝડપી હતી. પરંતુ પોતાની રમતથી ટીમને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તે પોતાના બેટથી આ મેચ દરમિયાન ફક્ત 3 બનાવીને આઉટ થયો હતો.

પ્રથમ વનડે મેચ દરમિયાન તે વધુ વાઈટ બોલ નાખતો જોવા મળ્યો હતો. ટીમની કટોકટીની પરિસ્થિતિને તે હેન્ડલ કરી શકે તેમ લાગી રહ્યું નથી. જેની સીધી અસર તેની બોલિંગ પર પડે છે. જેને કારણે રોહિત શર્મા બીજી વન-ડે મેચ દરમિયાન તેને ટીમની પ્લેઇંગ ઇલેવન માંથી બહારનો રસ્તો બતાવી શકે છે. બીજી મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા શાર્દુલ ઠાકુરના સ્થાને ઉમરાન મલિકને મોટી તક આપી શકે છે. શ્રીલંકા સામે ઉમરાન મલિકે ખૂબ જ ઘાતક બોલીંગ બતાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *