રોહિત શર્માએ પ્રથમ ઇનિંગ્સમાં 120 રન ફટકારીને બનાવ્યો મોટો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે રમાઈ રહી છે જેમાં ભારતીય ટીમ હાલ ભારે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ શરૂ થયો છે. ભારતીય ટીમ આ મેચ દરમિયાન સેશન ત્રણમાં 134 રનથી વધુ મોટી લીડમાં છે. ભારતીય હાલ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ઇનિંગ્સમાં ખુબ જ શાનદાર શરૂઆત કરી છે. વિરોધી ટીમ પર સતત દબાણ બનાવી રાખ્યું છે. આ મેચ દરમિયાન રોહિતે 120 રન ફટકારીને મોટો ઇતિહાસ રચ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ 63.5 ઓવરમાં 177 રન બનાવ્યા હતા.

ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. બીજા દિવસે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મોટી લીડમાં જોવા મળી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ મુકાબલો મોટા માર્જિનથી જીતવો ખૂબ જ જરૂરી છે. આ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી છે. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની પાર્ટનરશીપે ભારતીય ટીમને મોટી લીડ અપાવી છે.

આ મેચમાં રોહિતે 212 બોલમાં 120 રનની મોટી ઇનિંગ્સ રમી છે. છેલ્લા ઘણા સમયથી રોહિતના બેટથી આ મોટો સ્કોર જોવા મળ્યો છે. આ મેચ દરમિયાન તેને 15 ફોર અને 2 સિક્સર ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમિયાન KL રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા જેવા સ્ટાર ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. પરંતુ કેપ્ટન ખૂબ જ જોરદાર બેટિંગ દેખાડી છે. અને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચાલો તેના પર વિગતવાર ચર્ચા કરીએ.

કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડ વિશે વાત કરીએ તો તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા એક સફળ કેપ્ટન સાબિત થયો છે. રોહિત શર્માએ આ મેચ દરમિયાન પોતાના કરિયરની 9મી ટેસ્ટ સદી ફટકારી છે. આ સદી ફટકાર તેની સાથે જ ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારતો એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો છે. કેપ્ટન રોહિત શર્માએ આ મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *