રોહિત શર્માને તેની આ સૌથી મોટી ભૂલ સમજાઈ, બીજી મેચમાં તાત્કાલિક આ 2 દિગ્ગજ ખેલાડીઓને આપશે પ્લેઇંગ 11માં સ્થાન..
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. વનડે સિરીઝમાં કેપ્ટનની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આ સિરીઝની પ્રથમ મેચ 4 ડિસેમ્બરના રોજ ઢાંકા રમાઇ હતી. જેમાં ભારતને કારમી હાર મળી હતી. હારબાદ રોહિત શર્માને પોતેની ભૂલ સમજાય છે. અને આગામી મેચમાં આ મોટા બદલાવ સાથે રોહિત ઉતરશે.
બાંગ્લાદેશની ટીમએ પ્રથમ વન-ડે મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું અને 1 વિકેટે મોટી જીત મેળવી હતી. જેને કારણે આ સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સિરિઝમાં ટકી રહેવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની બની ગઈ છે. જેને કારણે ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવા ખૂબ જ જરૂરી બન્યા છે. રોહિત શર્મા આગામી મેચ માટે ખરાબ પ્રદર્શન કરતા ખેલાડીઓને તાત્કાલિક ટીમ માંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
મેચ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને તેની મોટી ભૂલ સમજાઈ હતી અને તાત્કાલિક તેણે બીજી મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઉમરાન મલિકને મોટું સ્થાન આપ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે ઉમરાન મલિકે ખૂબ જ જોરદાર બોલિંગ બતાવી હતી. તેની ઝડપી ઘાતક બોલિંગ ને કારણે વિરોધી ટીમમાં ખળભળાટ જોવા મળતો હોય છે. ઉમરાન મલિકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપીને ભારતીય ટીમને મોટો ફાયદો થઈ શકે તેમ છે. પ્રથમ મેચમાં રોહિત શર્માએ તેને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી.
રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન અક્ષર પટેલને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી. પ્રથમ મેચમાં પસંદગી માટે તે હાજર ન હતો અને પરંતુ હવે તેને ટીમને તેની જરૂર ઊભી થઈ છે જેથી તેને પ્રાથમિકતા આપવામાં આવશે. અક્ષર પટેલ ખુબ જ જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ઘણી નિર્ણાયક મેચોમાં અક્ષર પટેલ મેચ વિનર પણ સાબિત થયો છે. જેને કારણે રોહિત શર્મા આગામી મેચમાં તેને મોટું સ્થાન આપી શકે છે. આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરીને આગામી બંને મેચો ટીમ ઇન્ડિયા જીતી શકે છે.
આ પ્રથમ વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો બાંગ્લાદેશે પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરીને 41.2 ઓવરમાં સમગ્ર ટીમ ઓલ આઉટ થઈને 186 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. તેની શરૂઆતમાં બેટિંગ ખૂબ જ જોરદાર હતી. પરંતુ મિડલ ઓવરમાં વિકેટ પડતા થોડી મુશ્કેલીમાં મુકાય હતી. પરંતુ અંતે સારું પ્રદર્શન દેખાડીને મેચમાં એક વિકેટથી મોટી જીત મેળવી હતી.