સીરીઝ હાર્યા બાદ ટીમ પર ભડક્યો રોહિત શર્મા, જણાવ્યું હારનું સૌથી મોટું કારણ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારના રોજ ચેન્નાઇ ખાતે ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટેલિયાએ ભારતને 21 રનથી મોટી શરમજનક હાર આપી હતી. ઓસ્ટ્રેલિયા મેચમાં જીત મેળવીને સમગ્ર સીરીઝ પર 2-1 થી ભવ્ય વિજય મેળવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશી હેઠળ પ્રથમ વખત ભારત વન-ડે સિરીઝ હાર્યું છે.
અંતિમ નિર્ણાયક મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ આ નાના સકોરને પૂર્ણ કરવા માટે મેદાનને ઉતરી હતી. પરંતુ ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ ખરાબ જોવા મળી હતી. જેને કારણે ભારતને 21 રનને મોટી હાર મળી છે.
મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને ટીમ વિશે ઘણી વાતો કરી હતી. તેણે આ સમગ્ર સીરીઝ હારવાનું સૌથી મોટું કારણ પણ જણાવ્યું હતું. સમગ્ર સિરીઝમાં કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો અને તેને મેચની હાર માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા અને હારનું મોટું કારણ પણ જણાવ્યું હતું. ચાલો જાણીએ શું કહ્યું..
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી મેચમાં હાર મળ્યા બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે મને નથી લાગતું કે આ કોઈ મોટો સ્કોર હતો. 270 રનનો ટાર્ગેટ એ ખૂબ જ નાનો કહેવાય. પરંતુ ટીમના કેટલાક બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે આ નાનો સ્કોર અમે પૂર્ણ કરી શક્યા નહીં અને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની ઇનિંગ્સ રમી હતી પરંતુ તે ભારતની જે જીત અપાવી શકી નહીં.
કેપ્ટન રોહિત શર્માએ વધુ જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ સિરીઝની ત્રણેય મેચોમાં પહેલા જ બોલ પર શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. જેને કારણે ભારતને બેટિંગમાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. સૂર્યકૂમાર યાદવને સતત તક આપવામાં આવી રહી હતી. પરંતુ તે તકને ઝડપી શક્યો નહીં અને સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે ભારતીય ટીમની બેટિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી. આ હારનું સૌથી મોટું કારણ છે.