રોહિત શર્માએ બોલરના માંથા ઉપર પુલ શોર્ટથી તોફાની સિક્સ ફટકારી મચાવી તબાહી…-જુઓ વીડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે ઘર આંગણે T20 સિરીઝ પૂર્ણ થયા બાદ 10 જાન્યુઆરીથી 3 મેચોની વન-ડે સિરીઝ શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે આસામના ગુવાહાટી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટી 20 સિરીઝમાં 2-1 થી શાનદાર જીત મેળવી હતી. હવે વનડે સિરીઝને પણ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાને ઉતરી છે.

ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો બીજી તરફ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ભારતીય ટીમ તરફથી પ્રથમ બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલ મેદાને ઉતર્યા હતા. મેદાને ઉતરતાની સાથે જ રોહિત શર્મા અને શુભમન ગીલે ફોર અને સિક્સરનો વરસાદ કર્યો હતો.

ભારતીય ટીમની ઓપનીંગ જોડીએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. આ મેચ દરમિયાન રોહિત શર્મા ફરી પોતાના ડેશિંગ ફોર્મમાં જોવા મળ્યો છે. આ મેચ દરમિયાન રોહિત શર્માએ 123.88ની સ્ટ્રાઈક રેડથી 67 બોલમાં 83 રન ફટકાર્યા હતા. આ પ્રથમ વન-ડે મેચ દરમિયાન રોહિત શર્માએ 3 મોટી સિક્સ અને 9 ફોર ફટકારી હતી. તો બીજી તરફ શુભમન ગિલે પણ 60 બોલમાં 70 રન ફટકાર્યા હતા.

ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીએ શ્રીલંકાની ટીમ પર જોરદાર દબાણ બનાવ્યું હતું. આ મેચ દરમિયાન રોહિત શર્માએ આક્રમક બેટિંગ દેખાડી હતી. રોહિત શર્માની એક પુલ શોર્ટ વાળી સિક્સર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ સાતમી ઓવરના બીજા બોલ પર રાજીતાને સ્ટેન્ડિંગ પુલ શોર્ટ ફટકાડીને તેના માથા ઉપરથી જોરદાર સિક્સર મારી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *