રોહિત શર્માએ લોકી ફર્ગ્યુસનના બોલ પર ફટકારી ગગચુંબી સિક્સ, રાયપુરમાં દર્શકો થયા ખુશખુશાલ…-જુઓ વીડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે આ સીરીઝની બીજી મેચ આજે રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. આ વિજય મળતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 2-0 થી ભવ્ય અજેય લીડ મેળવી છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમે પ્રથમ બેટિંગ કરીને ફક્ત 34.3 ઓવરમાં 108 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ભારતીય ટીમના બોલરોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે ફક્ત 109 રનની આવશ્યકતા હતી. આ નાના સ્કોરને પૂર્ણ કરવા માટે ભારતીય ટીમ તરફથી પ્રથમ ઓપનર જોડી તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલ મેદાને ઉતર્યા હતા.

રોહિત શર્માએ આ મેચ દરમિયાન 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ ખૂબ જ શાંતિપૂર્ણ જીત મેળવીને પૂર્ણ કરી હતી. આ મેચ દરમિયાન રોહિત શર્માએ એક ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ખુદ બીસીસીઆઈ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવ્યો છે.

રોહિત શર્માએ લોકી ફર્ગ્યુસનના ચોથા બોલ પર શાનદાર ઉભા ઉભા ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. જેને કારણે રાયપુર સ્ટેડિયમમાં દર્શકો પણ જુમી ઉઠ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે હેડલાઇન્સ બની રહ્યો છે. રોહિત શર્માએ આ સિક્સર શાનદાર પુલ શોર્ટથી ફટકારી હતી. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *