રોહિત શર્માએ બુલેટની ઝડપે ફટકાર્યો ગગનચુંબી છગ્ગો, આ જોઈને દર્શકો થયા ખુશખુશાલ…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે જેમાં ભારતીય ટીમ 144 રનની મોટી લીડમાં જોવા મળી રહી છે. પ્રથમ બે દિવસમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમના બોલરોની સાથે બેટ્સમેનોએ પણ શાનદાર ફોર્મ બતાવ્યું છે.
કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ઇનિંગ્સમાં દરમ્યાન જોરદાર બેટિંગ બતાવી છે. તેણે આ મેચ દરમિયાન 212 બોલમાં 120 રનની મોટી ઇનિંગ્સ બતાવી છે. જેમાં 15 ફોર અને બે મોટી સિક્સર ફટકારી હતી. જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર સતત લીડ બનાવતી જોવા મળી છે.
બીજા દિવસે કેપ્ટન રોહિત શર્મા મેદાને ઉતરતાની સાથે જ ઓસ્ટ્રેલિયન બોલરો પર દબદબો બનાવ્યો હતો. અને શાનદાર શતક જડ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા સવારથી જ મેદાનમાં ચારે બાજુ શોર્ટ કટકારતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા 61 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિંગ્સ બોલીંગ કરવા માટે આવ્યો હતો. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શોર્ટ પિચ ડિલિવરી કરીને તેને જોરદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સર જોઈને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
પ્રથમ ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની સાથે આર અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું જેના કારણે ભારતીય ટીમ હાલ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પ્રથમ ઇનિંગ્સ દરમિયાન KL રાહુલ, ચેતેશ્વર પુજારા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સતત ફ્લોપ સાબિત થયા હતા. પરંતુ રોહિત શર્માએ બેટિંગથી તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા. જુઓ તેની શાનદાર સિક્સરનો વિડીયો….