રોહિત શર્મા થયો ગંભીર ઇજાગ્રસ્ત, ફિલ્ડીંગ કરતી વખતે થયું કઈંક એવું કે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો…-જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની આજે બીજી મેચ ઢાંકાના શેરએ બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ વિશે વિગતવાર વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બોલિંગ કરવા મેદાને ઉતરી હતી. પરંતુ હાલ એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશમાં બીજી વન-ડે મેચ રમી રહી છે. પરંતુ હાલ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મોહમ્મદ સિરાજના ઘાતક બોલના કારણે ત્યાં કેચ પકડવા છતાં રોહિત શર્મા હાથના ભાગે ગંભીર ઇઝાગ્રસ્ત થયો છે. જેને કારણે હાલ તે મેદાન છોડીને પેવેલીયન તરફ ફર્યો છે. જાગ્રસ્ત થવાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશની ઇનિંગ્સ દરમિયાન ટીમ ઇન્ડિયા બોલિંગ કરી રહી છે. ફિલ્ડીંગ સમયે રોહિત શર્મા ગંભીરે જાગ્રસ્ત થયો છે જેને કારણે હાલ કેપ્ટન તરીકેની મોટી જવાબદારી કેલ રાહુલને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બીજી ઓવર મોહમ્મદ સિરાજ ફેકવા માટે આવ્યો હતો. ત્યારે આ ઓવરનોના ચોથા બોલ પર અનમુલે કટ કર્યો હતો. ત્યારે સ્લીપ પર રોહિત શર્મા કેચ પકડવા છતાં આંગળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
તાત્કાલિક આંગળીના ભાગેથી લોહી પણ ટપકવા લાગ્યું હતું. જેને કારણે રોહિત શર્મા હાલ ગ્રાઉન્ડ છોડીને પેવેલિયન તરફ ગયો છે. ત્યાંથી રોહિત શર્માને હાલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. શરૂ મેચમાં રોહિત શર્માને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રોહિત શર્મા આ સમગ્ર સિરીઝમાંથી બહાર પણ થઈ શકે છે. હાલ તને મેડિકલ ટીમની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. જુઓ વિડિયો…