KL રાહુલએ આસાન કેચ છોડતા રોહિત શર્મા થયો ગુસ્સે, LIVE મેચમાં આપી મોટી મોટી ગાળો…- જુઓ વિડિયો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે ઢાંકામાં ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થઈ હતી. જેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ભારતને એક વિકેટે મોટી હાર આપી હતી. બાંગ્લાદેશે આ પ્રથમ મેચમાં વિજય મેળવતા સમગ્ર વનડે સીરીઝમાં 1-0થી મોટી લીડ મેળવી હતી. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની છે.
પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્મા KL રાહુલ પર ભારે ગુસ્સો થયો હતો. જેનો વિડીયો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ઓપનિંગ બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. અને 41.2 ઓવરમાં 186 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી.
ત્યારબાદ બાંગ્લાદેશે આ સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાની ઉતરી હતી. તેને શરૂઆતમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી પરંતુ અધવચ્ચે મહત્વની વિકેટો પડી જતા બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ છેલ્લે મુસ્તફિઝુરના સહયોગથી મેહદી હસને જોરદાર ભાગીદારી બનાવીને ટીમને એક વિકેટે મોટી જીત અપાવી હતી. ટીમ ઇન્ડિયાની ખરાબ ફિલ્ડીંગને કારણે તેને શરમજનક હાર મળી હતી.
KL રાહુલે આ મેચમાં સૌથી વધારે 73 રન ફટકાર્યા હતા. પરંતુ તેણે આ મેચ દરમિયાન એક અગત્યનો કેચ છોડ્યો હતો. જેને કારણે ભારતે જીતેલી મેચ હારી ગયું હતું. આ કેચ છોડતા રોહિત શર્મા તેના પર ગુસ્સે થયો હતો અને તેને જાહેરમાં મોટી મોટી ગાળો પણ આપી હતી. રોહિત શર્માનો Live મેચમાં અપશબ્દો બોલતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પર ઘણા બધા ચાહકોએ વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જુઓ આ બંને વિડિયો..