રોહિત શર્મા Live મેચમાં કેમેરામેન પર આ મોટા કારણથી ગુસ્સે થઈ ગાળાગાળી પર ઉતારી આવ્યો, જુઓ Video

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુર ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. વિજય મેળવતાની સાથે જ સમગ્ર સિરીઝમાં ભારતે 1-0 થી મોટી લેડ બનાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ સમગ્ર સીરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે. જેના કારણે પ્રથમ મેચથી જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર દબદબો બનાવી રાખ્યો છે.

પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાની નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જેમાં ભારતે પ્રથમ દાવમાં 400 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં ફક્ત 91 રન બનાવીને આઉટ થઇ હતી. જેને કારણે ભારતીય ટીમને આ સમગ્ર મેચમાં 132 રન અને એક ઇનિંગ્સથી મોટી જીત મેળવી હતી.

આ મેચ દરમિયાન સ્ટાર બોલેરો એ ખૂબ જ ઘાતક બોલિંગ દેખાડી હતી. જેમાં ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચ દરમિયાન કુલ 7 વિકેટ અને 70 રન ફટકાર્યા હતા. જેને કારણે રવિન્દ્ર જાડેજાને આ મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વધુમાં આર અશ્વિન અને અક્ષર પટેલે પણ આ મેચ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ મેચ દરમિયાન એક ક્ષણ માટે કેપ્ટન રોહિત શર્મા કેમેરામેન પર ગુસ્સે થયો હતો. અને ગાળાગાળી પર ઉતરી આવ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કેમેરામેન સતત લાઈવ મેચમાં રોહિત શર્મા ને બતાવી રહ્યો હતો. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે ભરાયો હતો. લાઈવ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ આર અશ્વિનની અપીલ પર રીવ્યુની માગણી કરી હતી ત્યારે આ મોટી ઘટના ઘટી હતી.

કેમેરામેનને રિવ્યુ બતાવવાને બદલે કેપ્ટન રોહિત શર્માને બતાવી રહ્યો હતો. જેને કારણે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે મને શું કામ બતાવી રહ્યો છે. રીવ્યુને બતાવો અને ત્યારબાદ મોટી મોટી ગાળો પણ આપી હતી. તેનો વિડીયો હાલ ભારે વાયરલ થયો છે જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *