રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની પ્રથમ વન-ડે મેચમાં કર્યો કમાલ, મોહમ્મદ અઝહરુદ્દીનનો આ મોટો રેકોર્ડ તોડયો…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પ્રથમ વનડે મેચ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન બેટિંગ કરવા માટે ફ્રીજ ઉપર ઉતર્યા હતા.
ટીમ ઈન્ડિયાની પ્રથમ વન-ડે મેચમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. સિરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. રિષભ પંત ગંભીર ઇજાઓને કારણે સમગ્ર વનડે સિરીઝ માંથી બહાર કરવામાં આવ્યો છે. તો આ સાથે જ કુલદીપ સેને પ્રથમ વનડે મેચમાં ડેબ્યૂ કરવાની મોટી તક આપવામાં આવી છે. ઉમરાન મલિકને પણ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 માં સ્થાન આપવામાં આવ્યું નથી.
પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્માએ કંઈ ખાસ કમાલ કર્યો નથી. તેણે આ મેચમાં 31 બોલમાં ફક્ત 27 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પ્રથમ વન-ડે મેચમાં ક્રીઝ પર આવતાની સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો વન-ડે ક્રિકેટનો એક મોટો રેકોર્ડ તોડી પાડ્યો છે. રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. ચાલો જાણીએ રોહિત શર્માએ કયો મોટો રેકોર્ડ તોડ્યો.
પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્મા પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન દ્વારા વનડે ક્રિકેટમાં બનાવેલ રનનો આંકડો પાર કરવામાં સફળ થયો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ અઝહરુદ્દીને વનડેમાં 9378 રન બનાવ્યા છે. પરંતુ રોહિત શર્મા આ મેચમાં આ આંકડાને પાર નીકળી ગયો છે. તમને જણાવી દઈએ કે વન-ડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવામાં સચિન તેંડુલકર પ્રથમ નંબર છે અને ત્યારબાદ વિરાટ કોહલી 12344* રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.
વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી સચિન તેંડુલકર 18426 રન સાથે પ્રથમ ક્રમે છે. વિરાટ કોહલી 12,344 રને બીજા ક્રમાંક ઉપર છે. સૌરવ ગાંગુલી 11,221 રને ત્રીજા નંબર ઉપર છે. રાહુલ દ્રવિડ 10,768 રન બનાવીને ચોથા ક્રમ ઉપર છે. મહેન્દ્રસિંહ ધોની 10599 રન બનાવીને પાંચમા નંબર ઉપર છે. રોહિત શર્મા 9,380 રન બનાવીને છઠ્ઠા ક્રમ પહોંચી ગયો છે. અને મોહમ્મદ અઝહરુદ્દીન 9378 રન સાથે સાતમા સ્થાને છે.