રોહિત શર્મા 100% બહાર, અજીત અગરકરે (પસંદગીકાર) આ ખેલાડીને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવાનું કર્યું નક્કી…
ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી ઘર આંગણે વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. ભારતે વર્લ્ડકપની શરૂઆતની તમામ મેચોમાં જીત મેળવી પરંતુ હાલમાં રમાયેલ ફાઇનલ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. જેથી વર્લ્ડ કપમાં જીત મેળવવાનું સપનું પણ ચકનાચૂર થયું હોય તેવું કહી શકાય છે. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ હાલમાં એક અન્ય બદલાવ વિશે સમાચાર સામે આવ્યા છે.
ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની આગેવાની કરતો જોવા મળ્યો હતો. એક કેપ્ટન તરીકે તેણે ઘણી મજબૂત ટીમ બનાવી હતી. શરૂઆતથી જ તેણે ઘણા બદલાવો પણ કર્યા હતા અને કોમ્બિનેશન બનાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી નથી. હાલમાં જ બીસીસીઆઇની બેઠક દરમિયાન કેપ્ટન બાબતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં મળેલ અહેવાલ અનુસાર રોહિતની વધતી ઉંમર અને આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઘાતક ખેલાડીને ત્રણેય ફોર્મેટના કાયમી કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે આગામી સમયમાં કેપ્ટન તરીકે જોવા મળશે તે નક્કી છે. વર્લ્ડ કપમાં પણ તેણે ઘણી મહત્વની જવાબદારીઓ મળી હતી. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને આગામી મુખ્ય કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ પહેલેથી કેપ્ટન બનવાને લાયક હતો પરંતુ ઇજાને કારણે તે લાંબા સમય સુધી બહાર રહ્યો હતો. હાલમાં તેણે જબરદસ્ત કમબેક કર્યું છે. વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. જેથી હવે તેને ફરી એક વખત આગેવાની સોપવામાં આવશે તેવા સમાચાર મળ્યા છે.
રાહુલ એક વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ખૂબ જ મહત્વનો રહે છે. બીજી તરફ તે વિકેટની પાછળ રહીને હંમેશા ખેલાડીઓને સંભળાતો આવ્યો છે. તેના કારણે ઘણી વિકેટો મળે છે અને ઘણી મહત્વની મેચ માટે ફિનિશર તરીકે પણ મહત્વનો સાબિત થાય છે. હવે તે કેપ્ટનશિપ કરીને પણ મોટી જીત અપાવી શકે છે.