રોહિતે કહ્યું- કોહલી કે શ્રેયસ નહીઁ પરંતુ આ ભારતીય ખેલાડીને કારણે આજે મળી શાનદાર જીત…
ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમી ફાઈનલ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય 70 રનના મોટા અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ વખત કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મેચ બાદ રોહિત શર્મા દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સમગ્ર મેચની ચર્ચા કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 4 વિકેટે 397 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલ આઉટ થઈ હતી. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં કોહલીએ 117 અને શ્રેયસે 105 રન બનાવ્યા હતા. તે બંનેની ભાગીદારી ઘણી મોટી થઈ હતી છતાં પણ રોહિતે આ બંનેને અવગણીને આ ભારતીય ખેલાડીને શાનદાર જીતનો શ્રેય આપ્યો છે.
રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડની ટીમ એક સમયે મજબૂત હતી પરંતુ આ ભારતીય ખેલાડી અચાનક જ ગેમ ચેન્જ કરી છે. તેના સારા પ્રદર્શનના કારણે છેલ્લે સુધી મેચ પહોંચી નહોતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને તે દબાણમાં લાવવામાં સફળ રહ્યો હતો. તેના કારણે જ જીત મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય બોલર કોણ છે.
તમને જણાવી દઈએ કે રોહિતે મેચ પૂર્ણ થયા બાદ મોહમ્મદ શમીના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે શમીએ આજે 9.5 ઓવર દરમિયાન 57 રન આપ્યા હતા અને મહત્વની 7 વિકેટો પોતાના નામે કરી હતી. તેણે ઘણા મોટા વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત જ્યારે અન્ય ખેલાડીઓ નિષ્ફળ રહેતા હતા ત્યારે તેણે આવીને એક સાથે 4 વિકેટો લીધી હતી.
રોહિતે વધુમાં જણાવ્યું કે મોહમ્મદ શમીની વિકેટ લેવાના કારણે જ ગેમ પલટો થયો હતો. બીજી તરફ આખરી ક્ષણે પણ તે ઘણો ફાયદાકારક રહ્યો હતો. આ ઉપરાંત કુલદીપે પણ ઘણા ઓછા રન આપ્યા હતા. તેના કારણે પણ મદદ મળી છે. ભારતીય ટીમ ફરી એક વખત ફાઇનલમાં ધમાલ મચાવતી જોવા મળશે તે નક્કી છે.