ટીમમાંથી રોહિત-રાહુલની છુટ્ટી, આ બે ઘાતક યુવા બેટ્સમેન કરશે ઓપનિંગ..
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચ હાર્યા બાદ આ સફર હવે ભારત માટે પૂર્ણ થઇ છે જેને કારણે રોહિત શર્મા ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો સ્ટેડિયમમાં ભાવુક થવાના કારણે પોતાના આંસુ રોકી શક્યો નહીં. અને તે સ્ટેડિયમ સ્ટેન્ડમાં રડવા લાગ્યો હતો. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને કેલ રાહુલની ઓપનિંગ જોડીએ સારુ પ્રદર્શન ન કરવાને કારણે ટીમ ઇન્ડિયા t20 વર્લ્ડ કપ માંથી બહાર ફેંકાઈ ગયું છે.
આવનારા સમયમાં 18 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T 20 મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ કપ હાર્યા બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે અમુક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે આ સિનિયર ખેલાડીઓના સ્થાને નવા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે.
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીએ સારુ પ્રદર્શન ન કરતા રોહિત શર્મા અને કેલ રાહુલને 18 નવેમ્બર થી શરૂ થતી ન્યૂઝીલેન્ડ પ્રવાસની મેચોમાં આ બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને રોહિત-રાહુલના સ્થાને આ બે યુવા ઘાતક ખેલાડીઓને ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા અને કેલ રાહુલ ખૂબ જ ખરાબ પર્ફોમન્સ કરી રહ્યા છે.
રોહિત શર્માને કેલ રાહુલની જોડી મોટી મેચોમાં હંમેશા ફ્લોપ સાબિત થતી હોય છે ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમાં રોહિત શર્માએ ફક્ત 27 રન બનાવ્યા હતા અને કેલર રાહુલે 6 રન બનાવીને આઉટ થયો હતો જેના કારણે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 10 વિકેતથી કરામી હાર ભોગવી હતી. જેને કારણે ટીમ ઇન્ડિયાની પસંદગી કારકોએ રોહિત અને રાહુલને હાલ આરામ ઉપર કરી દીધા છે અને તેના સ્થાને નવા બે યુવા ખેલાડીઓને ઓપનિંગ જોડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
રોહિત શર્મા ની જગ્યાએ શુભમન ગિલને ભારતીય ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મોટું સ્થાન આપવામાં આવ્યું છે ટીમ ઇન્ડિયાની પસંદગી કારકો એ શુભમન ગીલ ઉપર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી સારૂ એવું પ્રદશન કરતો જોવા મળ્યો છે. તો શુભમન ગીલની સાથે ઈશાન કિશનને ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી જોરદાર બેટિંગ કરી રહ્યો છે.