શ્રીલંકા સામેની T-20 સિરીઝમાં રોહિત-રાહુલની છુટ્ટી, હવે આ બે સ્ટાર યુવા ખેલાડી ઓપનિંગ કરીને મચાવશે તબાહી….
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે 3 મેચોની T 20 સિરીઝ રમવા જઈ રહી છે. નવા વર્ષે શરૂ થતી આ સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. આ સિરીઝ માટે જાહેર કરેલ ટીમમાં BCCI દ્વારા ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે.
આગામી વર્ષ 2023 માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપ ને ધ્યાનમાં રાખીને હાલ ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓને T 20 ફોર્મેટમાં આરામ આપવામાં આવ્યો છે. આવી રહેલ આ વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હાલ તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં રોહિત શર્મા અને કે એલ રાહુલે ટીમ ઇન્ડિયા માટે ઘણી નિર્ણાયક મેચોમાં પોતાના દમ પર જીતો અપાવી છે પરંતુ વર્ષ 2022 માં આ બંને સ્ટાર ઓપન્નર બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા છે. બાંગ્લાદેશ પ્રવાસ પર પણ આ બંને ખેલાડીઓ કંઇ ખાસ પ્રદર્શન બતાવી શક્યા નથી.
વધુમાં વર્ષ 2022 માં યોજવામાં આવેલ એશિયા કપ અને T 20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્મા અને KL રાહુલ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. કોઈપણ નિર્ણાયક મેચમાં શ્રેષ્ઠ ઓપનિંગ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. જેને કારણે હાલ તેને ટીમ ઇન્ડિયા માંથી બહાર કરવાની મોટી માંગો ઉઠી રહી છે. 3 જાન્યુઆરીથી શરૂ થતી શ્રીલંકા સિરીઝમાં હવે રોહિત અને રાહુલની છુટ્ટી કરવામાં આવી છે. તેના સ્થાને આ સ્ટાર યુવા મજબૂત ખેલાડીઓને ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
આગામી સમયમાં આ યુવા સ્ટાર ખેલાડીઓ સારુ પ્રદર્શન બતાવીને ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. આ T 20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રોહિત અને રાહુલના સ્થાને સ્ટાર યુવા બેટ્સમેન ઈશાન કિશન અને શુભમન ગીલને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં મોટી તક આપવામાં આવી છે. ઈશાન કિશન છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. તેણે બાંગ્લાદેશે સામેની વન-ડે સિરીઝમાં પણ તોફાની બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
ઈશાન કિશનની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 21 T-20 મેચો રમી છે. જેમાં 29.45ની એવરેજ થી 589 રન બનાવ્યા છે તો આ સાથે જ તેણે 10 વન-ડે મેચમાં 477 રન ફટકાર્યા છે. શુભમન ગીલ છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ સંભાળતો જોવા મળ્યો છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે તે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. IPL 2022 માં તેણે ગુજરાત ટાઇટન્સની ટીમને પોતાના દમ પર મોટી જીત અપાવી હતી.
શુભમન ગીલે અત્યાર સુધીમાં ભારત માટે 13 ટેસ્ટમાં 736 રન અને 15 વનડેમાં 687 રન કર્યા છે. જો આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરશે તો લેફ્ટ અને રાઈટ કોમ્બિનેશન જોવા મળશે. જેને કારણે વિપક્ષ બોલેરોને બોલિંગ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 સિરીઝમાં આ બંને ખેલાડીઓ તબાહી મચાવતા જોવા મળી શકે છે.