રોહિતે રજૂ કર્યું મિત્રતાનું ઉદાહરણ, પુજારાને બચાવવા પોતે જ થયો રનઆઉટ, જુઓ હૃદય સ્પર્શી વીડિયો….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 2-0 ની વિજય લીડ મેળવી છે. ભારતને આ સમગ્ર સીરીઝમાં જીત મેળવવા માટે આગામી ત્રીજી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ હાલ ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિતના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે ફરી એક વાર મોટી સફળતા મેળવી છે. આ મેચ દરમિયાન ચેતેશ્વર પુજારા વચ્ચે મિત્રતાનું એક જોરદાર ઉદાહરણ જોવા મળ્યું હતું. આ ઉદાહરણ જોઈને હાલ સોશિયલ મીડિયા પર કેપ્ટન રોહિત શર્માના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામેની આ બીજી ટેસ્ટ મેચ તેના ટેસ્ટ કરિયરની 100 મી ટેસ્ટ હતી. આ દિવસ તેના માટે ખૂબ જ અગત્યનો હતો. બીજા દાવ દરમ્યાન તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા પીચ ઉપર બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે ચેતેશ્વર પુજારાએ એક જોરદાર શોટ ફટકાર્યો હતો.
રન દોડતી વખતે ચેતેશ્વર પુજારા રન આઉટ થવાનો હતો. પરંતુ રોહિત શર્માએ પોતાની મિત્રતા માટે પોતાની વિકેટ ગુમાવી હતી અને મિત્રતાનું જોરદાર ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપતા પણ જોવા મળ્યા છે.
જુઓ વિડિયો…