ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી વનડે મેચ રોહિત-કોહલી નહીં રમે, જાણો શું છે તેની પાછળનું કારણ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની છેલ્લી ત્રીજી વન-ડે મેચ આવતીકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા હોલ્કર સ્ટેડિયમ ખાતે રમવાની છે. ભારતે આ સિરીઝની બંને મેચોમાં ભવ્ય વિજય મેળવ્યો છે. જેને કારણે આ સમગ્ર સીરીઝમાં 2-0 થી વિજય લીડ મેળવી છે. ભારત આ સિરીઝની ત્રીજી વન-ડે મેચ જીતીને ક્લીન સ્વીપ કરી શકે છે. પરંતુ આ ત્રીજી વન-ડે મેચ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 34.3 ઓવરમાં 108 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે 20.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 111 રન બનાવી આ સમગ્ર મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે ત્રીજી વન-ડે મેચ આવતીકાલે રમવાની છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળશે નહીં.
તમને જણાવી દઈએ કે આ સિરીઝની ફાઈનલ મેચ રમાય તે પહેલા પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન વિરાટ કોહલીને એક મોટી સલાહ આપી છે. જો રોહિત અને વિરાટ આ સલાહનું પાલન કરશે તો ન્યૂઝીલેન્ડ સામેની આવતીકાલે રમાવાની ત્રીજી વનડે મેચ માંથી તે બહાર જોવા મળી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે.
તમને જણાવી દઈએ કે ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાવાની છે. આવી સ્થિતિમાં વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું છે તેને કહ્યું છે કે ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓને રણજી ટ્રોફી રમવી જોઈએ. જેને કારણે તેઓ ટેસ્ટમાં સારા ફોર્મમાં ફરી આવી શકે છે. ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતાં પૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું, ‘મને લાગે છે કે જો આ બંને ખેલાડી એક પણ રણજી મેચ રમશે તો તેને બે ઇનિંગ્સ રમવા મળશે. જે ટેસ્ટમાં ચોક્કસપણે મદદગાર સાબિત થઈ શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે તમે ગમે તેટલા અનુભવી હોવ, તમારે ચોક્કસપણે આ મેચ રમવી જરૂરી છે, ખાસ કરીને લાલ બોલની ક્રિકેટમાં જ્યારે તમે પ્રથમ ટેસ્ટ રમો છો ત્યારે આઉટ થવાના સંજોગો વધી જાય છે જેને કારણે રણજીમાં પ્રેક્ટિસ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન મેળવી શકાય છે. આ સલાહને કારણે વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી ત્રીજી વન-ડે મેચમાં રમતા જોવા મળશે નહીં.