રોહિત-હાર્દિક કેપ્ટન પદેથી થયા બહાર, અજીત અગરકરે તાત્કાલિક પોતાના આ ખાસ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ 3 ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા ખાતે વનડે, ટી-20 અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝ માટે હાલમાં ટીમોની જાહેરાત પણ કરવામાં આવી છે. બીજી તરફ કેપ્ટનશીપ બાબતે પણ મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે.
ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની કમાન સંભાળવી રહ્યો હતો. તેણે ગયા વર્ષે વનડે ફોર્મેટમાં ઘણી જીત અપાવી હતી પરંતુ વર્લ્ડ કપ જીતાડી શક્યો નહોતો. હાલમાં જ કેપ્ટનશીપ બાબતે બીસીસીઆઇની એક મહત્વની બેઠકનું આયોજન થયું હતું. આ ઉપરાંત ટીમની જાહેરાત પણ થઈ છે. જેમાં વનડે અને ટી-20 ફોર્મેટમાં રોહિત કેપ્ટન પદે જોવા મળ્યો નથી. આ ઉપરાંત આ ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રોહિત શર્મા કેપ્ટન પદેથી બહાર થતાની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ સ્ટાર ખેલાડીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને આગામી સમયમાં ત્રણેય ફોર્મેટમાં કાયમી કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તે લાંબા સમય સુધી કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવી શકે છે. અત્યાર સુધી તે સફળ પણ રહી ચૂક્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં વનડે ફોર્મેટની કેપ્ટનશીપ તરીકે કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તે પહેલેથી ત્રણેય ફોર્મેટનો કાયમી કેપ્ટન બનવાને લાયક છે. અત્યાર સુધી કેપ્ટન તરીકે ઘણી જીત અપાવી ચૂક્યો છે. તેને પહેલેથી ભારતનું ભવિષ્ય માનવામાં આવતું હતું હાલમાં ટી-20 ફોર્મેટમાં સૂર્ય કુમારને કેપ્ટનશીપ મળી છે પરંતુ ટી-20 વર્લ્ડ કપ પહેલા ફરી એક વખત રાહુલને આ મોટી જવાબદારી મળી શકે છે.
રોહિત બાદ હાલમાં કેપ્ટન તરીકે રાહુલનું નામ સૌથી આગળ આવ્યું છે. હાર્દિકની વાત કરીએ તો તેણે ગયા વર્ષે કેપ્ટનશીપ સંભાળી પરંતુ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી શકે છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આઇપીએલની તમામ મેચો પણ તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.