રોહિતે T20 વર્લ્ડ કપમાં આ ઘાતક ખેલાડીને ન આપ્યું સ્થાન, હાર્દિક માટે બન્યો સૌથી મોટો મેચ વિનર ખેલાડી….
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે હાલ ત્રણ મેચોની t20 સિરીઝ શરૂ છે જેની બે મેચો પૂર્ણ થઈ છે. પરંતુ પ્રથમ મેચ શુક્રવારે વરસાદને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજી ટી 20 મેચ રવિવારે રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 65 રને ખૂબ જ મોટી જીત મેળવી હતી. આ મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ સમગ્ર શ્રેણીમાં 1-0ની મોટી લીડ મેળવી હતી. હવે આગામી ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે.
આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. ટીમ ઈંડિયાને પ્રથમ બેટિંગ માટે મોટું આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ ઇન્ડિયાની ઘાતક બોલિંગને કારણે કેન વિલિયમ્સન ની ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી જેને કારણે ભારતે આ મેચમાં 65 રને મોટી જીત મેળવી હતી.
T20 વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલ મેચમાં ખૂબ જ શરમજનક હાર મેળવી હતી. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્માને કેપ્ટન તરીકેની મોટી જવાબદારી આપવામાં આવી હતી. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં આ ઘાતક ખેલાડીને સ્થાન ન આપવાની મોટી ભૂલ ભારે પડી છે કારણ કે ન્યૂઝીલેન્ડ સામેની બીજી t20 મેચમાં આ ઘાતક ખેલાડીએ ગેમ ચેન્જર બનીને સમગ્ર મેચને જીતાડી હતી. હાર્દિક પંડ્યાએ આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન આપવું સફળ સાબિત થયું હતું. ચાલો જાણીએ કોણ છે આ ઘાતક ખેલાડી.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર એવા દિપક હુડ્ડાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. દીપક વડાની ઘાતક બોલીંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ટકી શક્યા નહીં. દીપક હુડ્ડા એ આ મેચમાં 2.5 ઓવર ફેંકીને 3.52 ના ઇકોનોમિક રેડ ફક્ત 10 રન આપ્યા હતા. જેમાં ચાર મહત્વની વિકેટો ઝડપી પાડી હતી. જેના કારણે ટીમ ઇન્ડિયાએ મોટી જીત મેળવી હતી.
તમને જણાવી દઈએ કે દીપક હુડ્ડા ને t-20 વર્લ્ડ કપ 2022 માં ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ રોહિત શર્મા એ આ ઘાતક ખેલાડીને માત્ર એક મેચમાં જ તક આપી હતી. અક્ષર પટેલ પર સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ અક્ષર પર આ વિશ્વાસ કરવો મોટી ભૂલ સાબિત થઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં દીપક હુડ્ડા એ ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું જેને કારણે હાર્દિક પંડ્યા માટે આ ઘાતક ખેલાડી મેચ વિનર ખેલાડી બન્યો છે.