રોહિતે કર્યો ધડાકો, પોતાના આ ખાસ ખેલાડીને આપી વર્લ્ડકપમાં ડેબ્યૂ કરવાની તક…
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે મેચ રમી રહી છે. વર્લ્ડકપની આ બીજી મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવ્યા બાદ આવ્યા અફઘાનિસ્તાન સામે પણ જીત મળે તેવી આશા રહેલી છે. આ મેચમાં હાલમાં એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતીય ટીમના બોલરો પ્રથમ બેટિંગ કરતા જોવા મળ્યા છે. રોહિત શર્મા પહેલેથી એક કેપ્ટન તરીકે બદલાવો કરવા માટે જાણીતો છે. તેણે આ મેચમાં પણ ઘણા મોટા બદલાવો કર્યા છે. આ ઉપરાંત તેણે હાલમાં પોતાના આ ખાસ ખેલાડીને ડેબ્યૂ કરવાની પણ તક આપી છે.
રોહિત શર્માએ તાજેતરમાં જ ટોસ દરમિયાન અપડેટ આપતા કહ્યું છે કે આજે આ ખાસ ખેલાડી વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહ્યો છે. અત્યાર સુધી તેને તક મળી ન હતી પરંતુ આજની મેચ તેના માટે મહત્વની રહેશે. પીચના આધારે તેને સ્થાન આપવામાં આવ્યું છે. આગામી મેચોને ધ્યાનમાં રાખીને આ કોમ્બિનેશન કરવું જરૂરી હતું. તો ચાલો જાણીએ આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર શાર્દુલ ઠાકુર આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ટીમનો ભાગ છે પરંતુ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપમાં તે રમતો જોવા મળ્યો નહોતો. આ તેની વર્લ્ડકપની ડેબ્યૂ મેચ ગણી શકાય છે. શરૂઆતમાં જ રોહિત અને કોહલી બંને તેને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત બેટિંગ લાઇનનો પણ તે મજબૂત વિકલ્પ છે.
શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ભારતને તેણે ઘણો ફાયદો અપાવ્યો છે. આગામી સમયમાં પણ તે મજબૂત પ્રદર્શન કરતો જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત અલગ કોમ્બિનેશન સાથે જોવા મળી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. આ ઉપરાંત આવતા રવિવારે પાકિસ્તાન સામે પણ મેચ રમાવાની છે.