ઋતુરાજ ગાયકવાડે 6 બોલમાં 7 સિક્સ ફટકારીને યુવરાજ સિંહનો 15 વર્ષ જૂનો આ મોટો રેકર્ડ તોડ્યો, જાણો…

ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. જેની છેલ્લી મેચ 30 નવેમ્બરના રોજ યોજાશે. પરંતુ હાલ ઇન્ડિયામાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં ઋતુરાજ ગાયકવાડે 6 બોલમાં 7 સિક્સર ફટકારીને તબાહી મચાવી છે. ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્ર તરફથી રમતો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચ આજે રમાઈ હતી.

ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં 220 રન બનાવીને સૌથી મોટી ઈનિંગ રમી હતી. ઋતુરાજ ગાયક વડે પોતાના કરિયરની પ્રથમ ડબલ સદી ફટકારી હતી. આ ઈનિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડે 10 ફોર અને 16 લાંબી સિક્સર ફટકારી હતી. પ્રથમ 108 બોલમાં પોતાની પ્રથમ સદી પડકારી હતી. ત્યારબાદ તેને ઈનિંગ ચાલુ રાખી હતી અને અંતે બેવડી સદી ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડે 48મી ઓવરમાં 6 બોલમાં 7 લાંબી સિક્સર ફટકારીને તબાહી મચાવી હતી. આ ઓવરનો પાંચમો બોલ નો બોલ પડ્યો હતો. પરંતુ આ નો બોલમાં પણ સિક્સર ફટકારીને ઋતુરાજ ગાયકવાડે ઇતિહાસ લખ્યો હતો. ઋતુરાજ ગાયકવાડને ટીમ ઇન્ડિયામાં પણ ઘણી તક આપવામાં આવી હતી. તેને ટીમ ઇન્ડિયા માટે 9 T-20 મેચ રમી હતી. જેમાં 135 રન બનાવ્યા હતા. તેણે ભારત માટે એક વન-ડે મેચ પણ રમી હતી.

પરંતુ ખરાબ પર્ફોમન્સના કારણે તેને ટીમ માંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર ઋતુરાજ ગાયકવાડે તબાહી મચાવી છે. આ મેચમાં તેને ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડીને બધાને પ્રભાવિત કર્યા છે. આ સારા પ્રદર્શનના કારણે તેની ટીમ ઇન્ડિયામાં વાપસીની આશા કરી શકાય છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે યુવરાજ સિંહના 15 વર્ષ જૂના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે ચાલો તેના વિશે જાણીએ.

ઋતુરાજ ગાયક વડે ઉત્તર પ્રદેશ સામેની વિજય હજારે ટ્રોફીમાં ઘાતક બેટિંગ કરીને 159 બોલમાં 220 રન પડકાર્યા હતા. જેમાં 48મી ઓવરમાં 6 બોલમાં 7 સિક્સર ફટકારીને યુવરાજસિંહના 15 વર્ષ જૂના રેકોર્ડને તોડી પાડ્યો છે. યુવરાજસિંહે 2007ના વર્લ્ડ કપમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આ રેકોર્ડને ઋતુરાજ ગાયકવાડે તોડી પાડ્યો છે. 6 બોલમાં 7 સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં એક નો બોલ પડ્યો હતો તેમાં પણ તેણે જોરદાર સિક્સ મારીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *