રીષભ પંતને તાત્કાલિક વધુ સારવાર માટે આ જગ્યાએ શિફ્ટ કરાશે, અચાનક લેવામાં આવ્યો મોટો નિર્ણય, જાણો હેલ્થ અપડેટ…
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 5.30 વાગ્યે પોતાની માતાને સરપ્રાઈઝ આપવા માટે રૂરકી જઈ રહ્યો હતો. ત્યારે દિલ્લી દેહરાદુન હાઇવે પર તેની કારને અચાનક જ મોટો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત વિશે ટૂંકમાં તમને જણાવી દઈએ કે કાર ચલાવતી વખતે અચાનક જ રિષભ પંતને જોકુ આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી. ડિવાઈડર સાથે અથડાતા જ કારમાં આગ ભભૂકી ઊઠી હતી.
પરંતુ રિષભ પંત કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કારમાં આગ લાગતાની સાથે જ રિષભ પંત કારની સાઈડ વિન્ડોની સ્ક્રીન તોડીને બહાર નીકળ્યો હતો. જેના કારણે તેની જાન બચી ગઈ હતી. પરંતુ તે ખૂબ જ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તેને દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ હવે વધુ સારવાર માટે તેને ત્યાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. આ અંગે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રિષભ પંતના અકસ્માત સમયે હરિયાણાના રોજવુડ બસના ડ્રાઇવર અને કંડકટરે રીષભ પંતને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. અને તેને હોસ્પિટલે ખસેડવામાં પણ ખૂબ જ મદદ કરી હતી. જેને કારણે તેને રિષભ પંત અને BCCI દ્વારા ખૂબ જ અભિનંદન આપવામાં આવ્યા છે. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. બીસીસીઆઈ રીષભ પંથની હેલ્થ ઉપર નજર રાખી રહ્યું છે.
અકસ્માતને કારણે રિષભ પંથના હાથ, પગ, પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે હાલ દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પરંતુ ત્યાંથી તેને વધુ સગવડ વાળી અને સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે તેને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંતને આજે દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાંથી તાત્કાલિક મુંબઈ શિફ્ટ કરવામાં આવશે. શિફ્ટ કરતી વખતે રિષભ પ્રાઇવેટ જેટ એરલાઇન્સનો પણ સહારો લઈ શકે છે.
ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ આ અંગે વધુ માહિતી આપી છે. પંતના માથા પર બે કટ પડ્યા છે. વધુમાં જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ગંભીર ઈજા થઈ છે. હવે DDCAએ તેને સારી સારવાર માટે તાત્કાલિક મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રિષભ પંતના એમઆરઆઈ સ્કેન રિપોર્ટમાં કોઈ ગંભીર સમસ્યા નથી.
BCCI પંતના સતત સંપર્કમાં અને તેના પર નજર રાખી રહી છે. રિષભ પર આવી પડેલ ખરાબ પરિસ્થિતિ સમયે આખો દેશ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે. પરંતુ અસ્થિબંધન ફાટી જવાને કારણે ફીટ થવામાં પંતને 6 થી 8 મહિનો સમય લાગી શકે છે. જેથી તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. અને IPL 2023માં પણ તે આરામ ઉપર જોવા મળશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.