રીષભ પંત શ્રીલંકા સામેની T20 સિરીઝ માંથી થશે બહાર, આ બે ઘાતક ખેલાડીઓની થશે એન્ટ્રી…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ તાજેતરમાં પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 3 મેચોની વનડે સિરીઝ અને 2 મેચોની ટેસ્ટ સીરીઝ રમી હતી. જેમાં ભારતીય ટીમને વનડે સિરીઝમાં સફળતા મળી શકી નહીં, પરંતુ ટેસ્ટ સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ઘર આંગણે ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે 3 મેચોની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે.
3 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયાના ઘર આંગણે શ્રીલંકા સામે T 20 સિરીઝ રમવા જઈ રહી છે જેને લઇને હાલ ટૂંક સમયમાં જ બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી શકે છે પરંતુ હાલ મીડિયા અહેવાલ મુજબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રિષભ પંત ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેને કારણે તેને આગામી શ્રીલંકા સિરીઝ માંથી બહાર કરવામાં આવી શકે છે.
શ્રીલંકા સામેની સિરીઝમાંથી રીષભ પંત બહાર થતાં તેના સ્થાને આ બે યુવા ઘાતક ખેલાડીઓને ટીમમાં મોટી તક મળી શકે છે. પંત T20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને બાંગ્લાદેશ પ્રવાસમાં પણ સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયો છે. છતાં પણ એક વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંતને વારંવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી રહ્યું છે પરંતુ હવે તેને શ્રીલંકા સામેની સિરીઝમાં બહાર કરવામાં આવશે.
રિષભ પંથના T20 કરિયર વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે 66 મેચમાં 22.43 ની એવરેજ અને 126.54 ની સ્ટ્રાઈક રેટથી 987 રન બનાવ્યા છે. રિષભ પંથના સ્થાને વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસનને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવી શકે છે. સંજુ સેમસંન ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યો છે. તેને રણજી ટ્રોફીમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.
ટીમ ઇન્ડિયાનું યુવા ભવિષ્ય તરીકે શ્રીલંકા સામેની સિરીઝમાં સંજુ સેમસનને તક આપવામાં આવશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા નો સ્ટાર બેટ્સમેન ઈશાન કિશનને શ્રીલંકા સામેની શ્રેણીમાં સામેલ કરવામાં આવી શકે છે. તેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી મારવાનો પણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તો આ સાથે જ ઈશાન કિશને પોતાની ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી.