રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં IPL અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી થશે બહાર, જાણો ક્યારે કરશે વાપસી…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થયો છે. પરંતુ હાલ એ ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કાર અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર મામલા વિશે તમને જણાવી હતી કે રીષભ પંત વહેલી સવારે 5:30 વાગે પોતાની મર્સિડીઝ કાર લઈને દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં દિલ્હી દેહરાદુન હાઇવે પર મોટો અકસ્માત નડ્યો હતો.
અકસ્માત વિશે ટૂંકમાં જણાવી દઈએ કે રિષભ પંત કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. પરંતુ અચાનક હાઈવે પર ઊંઘ આવી જતા કાર ધડામ કરતી રસ્તાની રેલિંગ સાથે અથડાઈ હતી. કાર અથડાયા બાદ કારમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેને કારણે રિષભ પંત કારની સાઇડ સ્ક્રીન તોડીને જેમ તેમ બહાર નીકળ્યો હતો. આકસ્માતમાં રિષભ પંત ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
અકસ્માત બાદ ત્યાંના સ્થાનિકોએ રિષભ પંતને તાત્કાલિક દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર કર્યા બાદ ડોક્ટરે જણાવ્યું છે કે રિષભ પંતના હાથ, પગ, માથા, પીઠ અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેને કારણે હાલ કંઈ કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે. આગામી દિવસોમાં 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ સીરીઝમાંથી રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ આ કનસીબે મોટી દુર્ઘટના ઘટી છે.
તમને જણાવી દે કે ઓસ્ટ્રેલિયા ટીમ ઇન્ડિયાના ઘર આંગણે ફેબ્રુઆરી 2023 માં 4 મેચોની ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારત આવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 થી 13 ફેબ્રુઆરી 2023ની વચ્ચે નાગપુર ખાતે રમવાની છે. પરંતુ આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રીષભ પંતને આ સિરીઝમાં અકસ્માત બાદ રમવું મુશ્કેલ લાગી રહ્યું છે ટીમ ઇન્ડિયા માટે આ એક માઠા સમાચાર ગણી શકાય.
ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ ભારતમાં 20 માર્ચથી IPL 2023 શરૂ થવા જઈ રહી છે. રિષભ પંત IPL માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ છે. અકસ્માત બાદ IPL રમવી મુશ્કેલ લાગી રહી છે. હાલ રિષભ પંતની મેડિકલ સારવાર કરવામાં આવી રહી છે. તેની હેલ્થ વિશે BCCI ની મેડિકલ ટીમ વિગતવાર ચેકઅપ કર્યા બાદ ઓફિશ્યલી જાહેરાત કરી શકે છે.
પરંતુ ડોક્ટરે કહ્યું છે કે પગ અને પીઠમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. જેની સારવારમાં ટાઈમ લાગી શકે છે. રીષભ પંત અત્યારે ખતરામાંથી બહાર છે. આ ગંભીરે ઇજાને કારણે પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે. સર્જરીને કારણે આગામી પાંચ થી છ મહિના સુધી તે ક્રિકેટથી દૂર આરામ ઉપર જોવા મળી શકે છે. જેને કારણે તે ઓસ્ટ્રેલિયન સિરીઝ અને આઇપીએલમાં પણ રમતો નજરે પડશે નહીં.