ભડ ભડ સળગતી કાર સાથે રસ્તા પર તડપી રહ્યો હતો રિષભ પંત, કાર અકસ્માતનો લાઇવ CCTV વિડીયો થયો વાઇરલ જુઓ….
ટીમ ઇન્ડિયાનો હાલ બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. આ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ માટે તાજેતરમાં જ BCCI દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આ સિરીઝ માંથી બહાર થયો છે. હાલ રિષભ પંતને ભયાનક અકસ્માત નડ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રીષભ પંતનો 30 ડિસેમ્બરની વહેલી સવારે 5.30 વાગે ઉત્તરાખંડમાં રૂરકી જતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના લાઇવ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેની સાથે ભડ ભડ સળગી રહેલ કાર અને રસ્તા પર તડપી રહેલ રિષભ પંતનો પણ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંથને દિલ્હી દેહરાદુન હાઈવે પર ભયંકર અકસ્માત ન નડ્યો હતો. આકસ્માતના લાઇવ સીસીટીવી ફૂટેજ હાલ સામે આવી રહ્યા છે. અકસ્માત બાદ રીષભ પંથને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર બાદ તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ નાજુક જણાઈ રહી છે. આ દરમિયાન કાર અકસ્માતનો સંપૂર્ણ વિડિયો સામે આવી રહ્યો છે.
હોસ્પિટલ ખસેડ્યા બાદ ટૂંકી સરોવર બાદ રિષભ પંથે કહ્યું હતું કે તે દિલ્હીથી રૂરકી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે હાઇવે પર સૂઈ જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ સમગ્ર કારમાં આગ ભભૂકી ઊઠી હતી. પરંતુ નસીબે રિષભ પંત કારની વિન્ડો સ્ક્રીન તોડીને બહાર નીકળી ગયો હતો. રિષભ પંત રસ્તા પર લોહી લુહાણ થઈને પડ્યો હતો. તેનો વિડીયો હાલ વાયરલ થયો છે. જુઓ વિડિયો