રિષભ પંતે ચિત્તાની જેમ છલાંગ મારીને આંખના પલકારે કોહલીના હાથમાંથી છૂટેલ કેચ પકડ્યો…- જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 14 ડિસેમ્બર થી શરૂ થઈ છે. આ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ટીમ ઇન્ડિયા એ ટોસ જે તેને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ બાંગ્લાદેશ ની ટીમ કરવા માટે મેદાને ઉતરી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 404 રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ વિશે વાત કરીએ તો ચેતેશ્વર પુજારા 90 રન, શ્રેયસ ઐયર 86 રન અને રવિચંદ્ર અશ્વિન 58 રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં 404 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ આ સ્કોરનો પીછો કરતી બાંગ્લાદેશની ટીમ ફક્ત 150 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ટીમ ઇન્ડિયાના ઘાતક બોલિંગમાં કુલદીપ યાદવે પાંચ અને મોહમ્મદ સીરાજે ત્રણ મહત્વની વિકેટ ઝડપી પાડી હતી.
ત્યારબાદ ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સ રમવા માટે મેદાને ઉતરી હતી. બીજી ઇનિંગ્સમાં બે વિકેટે 258 રન બનાવીને ભારતે દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી બીજી ઈનિંગ્સમાં શુભમન ગીલે 110 રન ફટકારીને પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને આ મેચમાં ચેતેશ્વર પુજારાએ પણ 102 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. પ્રથમ દાવની લીડના આધારે ભારતે બાંગ્લાદેશને સમગ્ર મેચ જીતવા માટે 513 રનનો મોટો લક્ષ આપ્યો હતો.
બાંગ્લાદેશની ટીમ આ મોટા લક્ષ્યને પૂર્ણ કરવા માટે બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. બાંગ્લાદેશના બેટ્સમેનોએ શરૂઆત ખૂબ જ શાનદાર કરી હતી. પરંતુ ઉમેશ યાદવના ઘાતક બોલ પર નઝમુલ હસન શાંતો 67 રન બનાવીને આઉટ થયો હતો. ઉમેશ યાદવના આ ઘાતક બોલ પર નઝમુલ હસન શાંતાએ સ્વિપમાં જોરદાર કેસ ઉછાળ્યો હતો તે જ સમયે સ્લીપર તરીકે વિરાટ કોહલી તે જગ્યા પર હાજર હતો.
પરંતુ વિરાટ કોહલીના હાથમાંથી આ કેચ છટક્યો હતો અને વિકેટકીપર કરી રહેલ રીષભ પંતે ચિત્તાની જેમ છલાંગ લગાવીને આંખના પલકારે આ શાનદાર કેછને ઝડપી પાડ્યો હતો. અને ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયો