ઋષભ પંતે પોતાની તબિયત વિશે આપ્યું મોટું અપડેટ, તસવીરો શેર કરી કહ્યું-…

ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ડિસેમ્બરના છેલ્લા મહિનામાં કાર અકસ્માતને કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે તે ભારતીય ટીમમાંથી પણ બહાર થયો છે. ગંભીર કાર અકસ્માત બાદ રિષભ પંત ક્રિકેટમાં વાપસી કરી શકશે કે કેમ ? તે અંગે મોટી અફવાઓ આવી રહી છે. પરંતુ રિષભ પંતની હેલ્થ વિશે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

જણાવી દઈએ કે ઋષભ પંત ક્રિકેટના મેદાન પર જોવા મળી રહ્યો નથી પરંતુ તે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા જોડાયેલો રહેતો હોય છે. તાજેતરમાં જ ઋષભ પંતે તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને બે તસવીરો શેર કરી છે, જેમાં રિષભ પંત હાથમાં લાકડી લઈને ચાલતો જોવા મળી રહ્યો છે. જેના પરથી જોઈ શકાય છે કે તેમની હાલતમાં ઘણો સુધારો થયો છે. પરંતુ હજુ પણ તેની હાલત ગંભીર જોવા મળી રહી છે.

આજે જ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટ વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે પોતાની 2 તસવીરો શેર કરી છે. જેમાં તે ટેરેસ પર લાકડીના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે “એક પગલું આગળ એક પગલું મજબૂત એક પગલું સારું” રિષભ પંત ભયંકર કાર અકસ્માત માંથી રિકવર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.

આપણે બધા જાણીએ છીએ કે 30 ડિસેમ્બરે ઋષભ પંત તેની મર્સિડીઝમાં દેહરાદૂન જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે ભયાનક અકસ્માત થયો હતો. આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઋષભ પંતને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો એ ભગવાન ના આશીર્વાદ ગણી શકાય છે.

અકસ્માત બાદ રિષભ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેની હેલ્થ વિશે સતત નવા અપડેટ્સ સામે આવતા હોય છે. સર્જરી બાદ રિષભ પંત ફરી એકવાર પોતાના પગ પર ઉભો થયો છે. જુઓ તસ્વીરો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *