રવિન્દ્ર જાડેજાનું સ્થાન આવ્યું ખતરામાં, 9 વિકેટ લઈને આ ખેલાડીએ ટી-20 વર્લ્ડ કપમાં પ્રવેશવાનો કર્યો દાવો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 5 મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ ગઈકાલે પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે છેલ્લી મેચ જીતીને આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એક વખત હારનો સામનો કરતી જોવા મળી છે. આ સીરીઝ ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહી છે. સીરીઝ બાદ એક અન્ય સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નવા ખેલાડીઓને સ્થાન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ આપણે જોયું હતું કે ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું હતું. જેમાં ઘણા ખેલાડીઓ સફળ રહ્યા હતા. બીજી તરફ આ ખેલાડીએ હાલમાં રવિન્દ્ર જાડેજાનું પત્તું કાપીને વર્લ્ડ કપમાં રમવાનો દાવો કર્યો છે.
જાડેજા અત્યાર સુધી સફળ રહ્યો છે પરંતુ ટી-20 ફોર્મેટમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી. બીજી તરફ આ ખેલાડી ટી-20 ફોર્મેટમાં ધડાધડ વિકેટો લેતો જોવા મળ્યો છે. તેની સારી બોલિંગના કારણે જીત પણ મળી રહી છે. બીજી તરફ દિગ્ગજ ખેલાડીઓ પણ તેને કાયમી સ્થાન આપવાની વાત કરી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર સ્પીનર રવિ બિશ્નોઇ હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેણે ટોટલ 9 વિકેટ લીધી હતી. બીજી તરફ તેની ઇકોનોમી ખૂબ જ ઓછી હતી. તે દરેક મેચમાં મેચ વિનર સાબિત થયો છે. આ પહેલા પણ તે આઇપીએલમાં ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. જેથી હવે તેને વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવે તેવી માંગ થઈ છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન ખતરામાં આવ્યું છે.
રવિ પહેલેથી સ્પિન બોલિંગ માટે જાણીતો છે. આગામી આઇપીએલ 2024 પણ તેના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. જો તે સફળ રહેશે તો જાડેજા અને અક્ષર માટે તે આગામી સમયમાં મોટો ખતરો સાબિત થઈ શકે છે. અત્યારથી જ તમામ ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે.