પ્રથમ ઇનિંગ્સમાં સતત 2 બોલ 2 વિકેટ ઝડપીને રવિન્દ્ર જાડેજાએ ઘરઆંગણે મચાવી તબાહી – જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 9 ફેબ્રુઆરીથી ઘર આંગણે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુર ખાતે રમવાની છે. આ મેચ ના પ્રથમ દિવસે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમની ઘાતક બોલિંગ ઓસ્ટ્રેલિયન ટીમ પર ભારે પડી છે.

ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચના પ્રથમ દિવસ વિશે વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાની આમંત્રિત કરી હતી. બંને ટીમો મજબૂત પ્લેઇંગ 11 સાથે મેદાને ઉતરતી જોવા મળી હતી. પરંતુ ભારતીય ટીમ કંઈક અલગ અંદાજમાં જોવા મળી રહે છે.

પ્રથમ મેચની શરૂઆત થતાની સાથે જ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર તૂટી પડ્યા હતાં. પ્રથમ ઓસ્ટ્રેલિયાની ટીમે બેટિંગ કરીને 63.5 ઓવરમાં 177 રન બનાવીને સમગ્ર ટીમ આઉટ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન બતાવ્યું છે.

જેમાં છેલ્લા ઘણા સમયથી ઇજાગ્રસ્ત ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી છે. તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપીને દબદબો બનાવ્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ઇજાના કારણે છેલ્લા ઘણા સમયથી તે ક્રિકેટ રમત થી દૂર રહ્યો હતો પરંતુ હાલ ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે જબરજસ્ત વાપસી કરી છે.

ભારતીય ટીમને મહત્વની બે ઝડપી વિકેટ છટકાવી છે. આ મેચ દરમિયાન તેને કુલ પાંચ સૌથી વધારે વિકેટો ઝડપી છે. ભારતીય ટીમ માટે તે મેચ વિનર સાબિત થયો છે. રવિન્દ્ર જાડેજાએ 36 મી ઓવરના પાંચમાં બોલ પર માનસ લાબુસેનને જબરજસ્ત રીતે આઉટ કર્યો હતો. ત્યારબાદ પછીના જ બોલ પર મેટ રેંનશોને પણ આઉટ કર્યો હતો. આ બે બોલ પર બે વિકેટ છટકાવવાનો વિડીયો પર ભારે વાયરલ થયો છે. જુઓ વિડિયો…

https://twitter.com/CSK_Kings07/status/1623579105634680833?t=Jy2IHzXRv-WK0Um1ex5cow&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *