રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે મચાવી તબાહી, બોલ સાથે છેતરપિંડીના ગંભીર આરોપનો ‘તલવાર’થી આપ્યો જડબાતોડ જવાબ…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે શરૂ થઈ છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે. જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 144 રનની મોટી લીડમાં જોવા મળી છે. ભારતીય ટીમે ઘર આંગણે ઓસ્ટ્રેલિયન ટીમ પર જોરદાર દબદબો બનાવ્યો છે. બીજા દિવસે ભારતીય બેટ્સમેનો ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યા છે.
પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસ વિશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ શરૂઆત થતાની સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને આર અશ્વિન મેદાને ઉતર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજા દિવસે 212 બોલમાં 120 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ આ પ્રથમ ઇનિંગ્સ દરમિયાન પોતાના ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી હતી.
તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ્ડ રાઉન્ડર બેટ્સમન રવિન્દ્ર જાડેજાએ પણ આ પ્રથમ ઈનિંગ દરમિયાન પાંચ મહત્વની વિકટો ઝડપી હતી. આ ઉપરાંત બેટિંગમાં પણ તેણે જોરદાર તબાહી મચાવી છે. આ મેચ દરમિયાન બીજા દિવસે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. જેમાં 170 બોલમાં 66 રન ફટકારીને નોટ આઉટ રહ્યો છે.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપીને જોરદાર વાપસી કરી હતી. પરંતુ પ્રથમ દિવસે મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે છેડછાડ કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો પરંતુ ત્યારબાદ BCCIએ આ આરોપો પર મોટો ખુલાસો આપ્યો હતો અને રવિન્દ્ર જાડેજાને નિર્દોષ જાહેર કર્યો હતો.
આ ગંભીર આરોપોનો વળતો જવાબ દેવા રવિન્દ્ર જાડેજા બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમને પોતાની તલવારથી જડબાતોડ જવાબ આપ્યો હતો. આ મેચ દરમિયાન તેણે અડધી સદી પૂર્ણ કરી ત્યારે તેના સેલિબ્રેશનમાં તલવાર કાઢીને ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે જુઓ વિડિયો…